તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:રાજકોટની 10% સ્કૂલમાં 9થી 12ના વિદ્યાર્થીને સોશિયલ ડિસ્ટન્સિંગથી એકસાથે બેસાડવાની વ્યવસ્થા નથી!

રાજકોટએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • અમુક સ્કૂલ લોબી-હોલમાં તો કેટલીક ધો. 10-12ને સવારે, ધો. 9-11ને બપોરે ભણાવશે

રાજકોટ સહિત રાજ્યભરમાં ધોરણ 9થી 12ના તમામ વર્ગો શરૂ કરી દેવાયા છે ત્યારે ચારેય વર્ગના તમામ વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે બેસાડવા માટે કેટલીક શાળાઓમાં વર્ગો ઓછા પડી રહ્યા છે. રાજકોટ જિલ્લામાં 10 ટકા શાળાઓ એવી છે જેની પાસે ધોરણ 9થી 12ના તમામ વિદ્યાર્થીઓ એકસાથે સોશિયલ ડિસ્ટન્સિંગથી બેસી અભ્યાસ કરી શકે તેવી વ્યવસ્થા નથી.

આથી હવે જે શાળામાં ચારેય વર્ગના વિદ્યાર્થીઓને એકસાથે બેસાડી શકાય તેમ નથી તેવી શાળાઓમાં સંચાલકોએ કેટલીક વૈકલ્પિક વ્યવસ્થા કરી છે જેમ કે તાલુકાકક્ષાની કેટલીક શાળાઓના વિદ્યાર્થીઓને ક્લાસમાં અને કેટલાકને સ્કૂલની લોબીમાં કે હોલમાં અથવા સ્કૂલની ખુલ્લી જગ્યામાં બેસાડી ભણાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે, તો કેટલીક શાળાઓએ સવારે 8થી 11 કલાક દરમિયાન ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને ભણાવવા અને બપોરે 12થી 3 કલાક દરમિયાન ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓને જુદા જુદા ભણાવવાની વૈકલ્પિક વ્યવસ્થા કરી છે.

ખાનગીમાં ક્લાસ ઓછા, સરકારીમાં વિદ્યાર્થી ઓછા
રાજકોટ જિલ્લામાં આવેલી મોટાભાગની ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે જેના કારણે ધોરણ 9થી 12ના તમામ વિદ્યાર્થીઓને એકસાથે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે બેસાડવા માટે ક્લાસરૂમ ઓછા પડી રહ્યા છે. જ્યારે સરકારી શાળાઓમાં વિપરીત પરિસ્થિતિ છે જ્યાં ક્લાસરૂમ મોટા અને વધુ છે, પરંતુ વિદ્યાર્થીઓની સંખ્યા થતી નથી. એટલે ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓ વધુ છે પણ ક્લાસરૂમ ઓછા છે, જ્યારે સરકારી શાળાઓમાં ક્લાસરૂમ વધુ અને મોટા છે પણ ત્યાં ભણવા વિદ્યાર્થીઓ હજુ આવતા નથી.

ધોરણ 10-12માં 55%, ધોરણ 9-11માં 45% વિદ્યાર્થીઓની હાજરી
ધોરણ 10 અને 12માં બોર્ડની પરીક્ષાની તૈયારીઓ શરૂ થઈ છે. વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે ઓનલાઈન કરેલા અભ્યાસનું રિવિઝન કરી રહ્યા છે. ધોરણ 10 અને 12ના વર્ગો 11 જાન્યુઆરીથી શરૂ થઇ ગયા હોવાથી અત્યાર સુધીમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધીને 55 ટકાએ પહોંચી છે, ધોરણ 9 અને 11 હજુ 1 ફેબ્રુઆરીથી જ શરૂ થયા છે જેમાં શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યાના હજુ 45 ટકા જ સ્કૂલે ભણવા આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો