સ્પર્ધા યાજાઈ:33 મિનિટમાં 10 કિ.મી. દોડી રાજકોટનો વિદ્યાર્થી ક્રોસ કન્ટ્રી દોડમાં વિજેતા થયો

રાજકોટ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાઈઓમાં જસાણી, બહેનોમાં મહિલા આર્ટસ કોલેજ વિજેતા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સોમવારે યુનિવર્સિટીના સ્પોર્ટસ કોમ્પ્લેક્સમાં ક્રોસ કન્ટ્રી ટૂર્નામેન્ટ યોજાઈ હતી જેમાં 33 મિનિટ અને 45 સેકન્ડમાં 10 કિ.મી. દોડીને શાંતિનિકેતન કોલેજનો વિદ્યાર્થી જયરાજસિંહ જાડેજા પ્રથમ ક્રમે વિજેતા થયા હતા જ્યારે 34 મિનિટ અને 32 સેકન્ડમાં દોડ પૂરી કરી જસાણી કોલેજનો વિદ્યાર્થી સરવૈયા જયેશ બીજા ક્રમે અને 34 મિનિટ અને 54 સેકન્ડમાં દોડ પૂરી કરી જે.જે. આર્ટસ કોલેજનો વિદ્યાર્થી સરિયા વિશાલ ત્રીજા ક્રમે રહ્યો હતો.

આંતર કોલેજ ક્રોસ કન્ટ્રી ટૂર્નામેન્ટમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રની જુદી જુદી કોલેજોના 96 વિદ્યાર્થીએ ભાગ લીધો હતો. ક્રોસ કન્ટ્રી ટૂર્નામેન્ટમાં બહેનોની સ્પર્ધામાં 50 મિનિટ 51 સેકન્ડમાં દોડ પૂરી કરી એમ.જે. કુંડલિયા કોલેજની વિદ્યાર્થિની પાટડિયા ભાર્ગવી પ્રથમ ક્રમે વિજેતા થઇ હતી.

જ્યારે 51 મિનિટ અને 34 સેકન્ડમાં દોડ પૂરી કરનાર ડીકેવી કોલેજની વિદ્યાર્થિની જૈમીની કદાવડા બીજા ક્રમે અને 53 મિનિટ અને 20 સેકન્ડમાં દોડ પૂરી કરનાર વિદ્યાર્થિની બાવળિયા સોનલ ત્રીજા ક્રમે વિજેતા થઇ હતી. ભાઈઓમાં જસાણી કોલેજ-રાજકોટ પ્રથમ રહી હતી જ્યારે કામાણી સાયન્સ કોલેજ રનર્સઅપ રહી હતી. બહેનોમાં માતૃશ્રી મહિલા આર્ટસ કોલેજ ચેમ્પિયન રહી હતી જ્યારે એસએસપી જૈન કોલેજ રનર્સઅપ રહી હતી.

અન્ય સમાચારો પણ છે...