તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • 10 Days After The Wedding, The Father in law Said, 'Your Father Is A Beggar, The Husband Slapped Me Four Times In The Stomach And My Mouth'

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાસરિયાનો ત્રાસ:લગ્નના 10 દિવસ પછી સસરાએ કહ્યું ‘તારો બાપ ભિખારી છે, પતિએ પેટમાં ચાર પાટા મારી મોઢા પર ફડાકા ઝીક્યાં’, પરણિતાની રાજકોટ પોલીસમાં ફરિયાદ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગર્ભવતી હતી ત્યારે પણ મારા પતિએ મારઝૂડ કરી હતી- ફરિયાદી
  • રોજના શારીરિક-માનસિક ત્રાસથી મારુ બ્લડ પ્રેશર 150 ઉપર થઈ ગયું

રાજકોટના પ્રહલાદ પ્લોટ વિસ્તારમાં રહેતી એક મહિલાએ સાસુ-સાસરા, પતિ અને નણંદ વિરુદ્ધ શારીરિક અને માનસિક ત્રાસ આપવા અંગેની રાજકોટ મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, લગ્નના 10 દિવસ પછી સસરાએ કહ્યું કે, તારો બાપ ભિખારી છે, પતિએ પેટમાં ચાર પાટા મારી મોઢા પર ફડાકા ઝીક્યાં હતા. મહિલા પર ત્રાસ ગુજારતા તેના સાસુ વિભાબેન ઉર્ફે કિરણ જનાર્દનભાઈ ત્રિવેદી, સસરા જનાર્દનભાઈ તુલજાશંકર ત્રિવેદી, પતિ ભાર્ગવ જનાર્દનભાઈ ત્રિવેદી અને નણંદ રુચિકા તરંગભાઈ જોશી વિરૂદ્ધ પોલીસે IPC કલમ 98(ક), 323, 504, 506(2) હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.​​​​​​​

તારો બાપ ભિખારી છે આવું અવાર નવાર સસરા કહેતા હતા
મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા સાસુ વિભાબેન, સસરા જનાર્દનભાઈ, પતિ ભાર્ગવ અને નણંદ રુચિકા તરંગભાઈ જોશી દરરોજ સાથે મળીને મારા પર અત્યાચાર ગુજારતા હતા. લગ્નના દસ દિવસ બાદ જ મારા સાસુ વિભાબેન અને સસરા જનાર્દનભાઇનો ત્રાસ શરૂ થઈ ગયો હતો. મારા સાસુ રસોઈ બાબતે ટોક્યા કરતા તથા મારા સસરા અપશબ્દો બોલી ઝઘડા કરી તારો બાપ ભિખારી છે એવું વારંવાર કહેતા અને ગાળો ભાંડી મને તુંકારે બોલાવતા હતા.​​​​​​​​​​​​​​

નજીવી બાબતે પતિએ ત્રણ-ચાર પાટા અને મોઢા ઉપર તમાચા માર્યા હતા
મારા સાસુ-સસરા મારી પિયરમાંથી લઈ આવેલી બધી વસ્તુમાં ખામી કાઢતા હતા. સસરા નાની-નાની વાતમાં કહેતા હતા કે તારા બાપમાં ત્રેવડ નથી અને લગ્ન સમયે તેને એક પલંગ પણ નથી આપ્યો તે બાબતે અવારનવાર મેણા ટોણા મારતા હતા. મારા સાસરિયા પક્ષના લોકો મારા પિયરના સભ્યો ઉપર હંમેશા રૂપિયાનો રોફ જમાવતા હતા. એક દિવસ મારા નણંદની ફ્રેન્ડ તેના બહેનના લગ્નમાં આવી ત્યારે મારા પતિએ નજીવી બાબતે મારી સાથે ઝઘડો કરી મને પેટમાં ત્રણ-ચાર પાટા અને મોઢા ઉપર તમાચા માર્યા હતા.

ત્રાસથી મારું બ્લડપ્રેશર 150 ઉપર થઈ ગયું હતું
પરિણીતાએ પોતાની સાથે થયેલા ગેરવર્તન વિશે ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા પતિના મારની વાત જ્યારે મેં મારા સાસુ-સસરા અને નણંદ કરી ત્યારે તેઓ મારા પતિને સમજાવવાને બદલે મને એવું કહ્યું કે છાનીમાની ઘરનું કામ કર. તારી સાથે આવું જ વર્તન થશે અને જો વધારે બોલી તો તેને ઘરમાંથી કાઢી મુકીશું. તેમના દરરોજના શારીરિક- માનસિક ત્રાસથી મારુ બ્લડ પ્રેશર 150 ઉપર થઈ ગયું હતું. ​​​​​​​

ગર્ભવતી હતી ત્યારે પણ મારી સાથે પતિએ મારઝૂડ કરી હતી
મારા પતિને દારૂ પીવાની ટેવ છે, હું જ્યારે ગર્ભવતી હતી ત્યારે પણ મારા પતિએ દારૂના નશામાં મને મારકૂટ કરી હતી. દવા લેવા પણ ન જવા દેતા હું જ્યારે આ વાતની ફરિયાદ મારા સાસુને કરતી ત્યારે તેઓ મને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

વધુ વાંચો