તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરીક્ષા:બોર્ડના વિદ્યાર્થીઓનો ગભરાટ દૂર કરવા 10 કાઉન્સેલિંગ સેન્ટર શરૂ કરાશે

રાજકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

આગામી દિવસોમાં બોર્ડની પરીક્ષા લેવાનાર છે ત્યારે પરીક્ષા અગાઉ અનેક વિદ્યાર્થીઓને પરીક્ષાને લઈને ડર, માનસિક તણાવ, ગભરાટ સહિતના જુદા જુદા ફોબિયા જોવા મળે છે. વિદ્યાર્થીઓના આ એક્ઝામ ફોબિયાનું કાઉન્સેલિંગ કરવા માટે આગામી દિવસોમાં શહેરમાં જુદા જુદા 10 ઝોનમાં એક-એક એમ કુલ 10 કાઉન્સેલિંગ સેન્ટર બનાવવા તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનમાં કાયમી ધોરણે સ્યૂસાઈડ પ્રિવેન્શન સેન્ટર શરૂ કરવા કુલપતિએ સૂચન કર્યું છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગુરુવારે મનોવિજ્ઞાન ભવને તૈયાર કરેલા પુસ્તક ‘લોકડાઉનમાં જીવનનું મનોવિજ્ઞાન’ અને ‘માનસિક સ્વાથ્ય પર મનોમંથન’ના વિમોચન પ્રસંગે કુલપતિએ બોર્ડના વિદ્યાર્થીને ‘એક્ઝામ ફોબિયા માટે કાઉન્સેલિંગ’ અને મનોવિજ્ઞાન ભવનમાં કાયમી ‘સ્યૂસાઈડ પ્રિવેન્શન સેન્ટર’ શરૂ કરવાની પ્રેરણાદાયી વાત કરી હતી.

બોર્ડની પરીક્ષાને લઈને એક્ઝામ ફોબિયાથી પીડાતા વિદ્યાર્થીઓને સુચારું માર્ગદર્શન મળી રહે તે માટે આગામી તારીખ 1 એપ્રિલથી સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના કેટલાક શિક્ષકોને કાઉન્સેલિંગની ટ્રેનિંગ આપવામાં આવશે ત્યારબાદ આ શિક્ષકો શહેરના જુદા જુદા 10 ઝોનના કાઉન્સેલિંગ સેન્ટરમાં વિદ્યાર્થીઓની સમસ્યાનું પણ નિરાકરણ કરશે. શિક્ષકોની સાથે મનોવિજ્ઞાન ભવનના અધ્યાપકો, પીએચડીના વિદ્યાર્થીઓ અને જરૂર પડ્યે નિષ્ણાત મનોવૈજ્ઞાનિકની પણ મદદ લેવાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો