એજન્ડા મંજૂર:10 કોલેજને નવા કોર્સ અને 35ના ચાલુ-કાયમી જોડાણ મંજૂર કરાયા

રાજકોટ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં મોટાભાગના એજન્ડા મંજૂર

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મંગળવારે કુલપતિની અધ્યક્ષતામાં એકેડેમિક કાઉન્સિલની બેઠક મળી હતી જેમાં જુદા જુદા એજન્ડા અંગે ચર્ચા કરવામાં આવી હતી, પરંતુ મહદંશે એજન્ડા પૈકીની આઈટમો મંજૂર કરી દેવામાં આવી હતી. જેમાં યુનિવર્સિટી સંલગ્ન કોલેજો પૈકી 10 જેટલી કોલેજને બી.એ., બી.કોમ., બીબીએ સહિતના કોર્સની મંજૂરી આપવામાં આવી હતી જ્યારે 35 જેટલી કોલેજના ચાલુ કે કાયમી જોડાણને મંજૂરી આપવામાં આવી હતી.

જામનગરની નિરાલી કોમર્સ કોલેજને બીબીએ અને બી.કોમ.નું નવું જોડાણ, અમરેલીની મણિબા ગજેરા ઇન્સ્ટિટ્યૂટને પોસ્ટ બેઝિક બીએસસી નર્સિંગ, ટંકારાના એમડીએસ બી.એડ. કોલેજને બીસીએ અને બીબીએનું નવું જોડાણ, મોરબીની હડમતિયામાં એલિટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીને બી.કોમ.નું નવું જોડાણ તેમજ રાજકોટની સૌરાષ્ટ્ર કિડની રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટને ઓપરેશન થિયેટર ટેક્નિશિયનના નવા અભ્યાસક્રમના જોડાણ માટે મંજૂરી આપવા ચર્ચા કરવામાં આવી હતી અને સર્વાનુમતે મંજૂર કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...