લેન્ડ ગ્રેબિંગના ગુના હેઠળ કાર્યવાહી:રાજકોટના મવડીમાં માતા-પુત્રના 60 હજારના અને અઢી લાખના બે પ્લોટમાં ગેરકાયદેસર કબ્જો જમાવનાર 3 મહિલા સહિત 10 શખસની ધરપકડ

રાજકોટ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પોલીસે 10 આરોપીઓની ધરપકડ કરી. - Divya Bhaskar
પોલીસે 10 આરોપીઓની ધરપકડ કરી.
  • ફરિયાદી માતા-પુત્રએ જમીન દબાણ મુદ્દે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી હતી

રાજકોટના માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 17 નવેમ્બરના રોજ જમીન દબાણ મુદ્દે કુલ 10 આરોપીઓ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ મામલે આજે પોલીસે 3 મહિલા સહિત 10ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મવડીમાં માતાના નામે રહેલા 60 હજારના અને દીકરાના નામે રહેલા અઢ લાખના પ્લોટ પર 10 શખસોએ ગેરકાયદેસર કબ્જો જમાવ્યો હતો.

60 હજારના પ્લોટ પર બે શખસે કબ્જો જમાવ્યો હતો
આ ગુનામાં સંડોવાયેલા આરોપી ભીખા ડામભાઇ મકવાણા અને રંભાબેન મેવાળાએ ફરિયાદી કાન્તાબેન કાપડીની માલિકીની મવડીમાં સર્વે નં. 99/100નો પ્લોટ જેની કિંમત રૂ. 60,000 છે. આશરે 500 ચોરસ વારનો પ્લોટ ફરિયાદીના માતા કાંતાબેનની માલીકીનો હોવા છતાં આ બંને આરોપીઓએ ગેરકાયદેસર કબ્જો કરી પ્લોટ નંબર 44ની જમીન ગેરકાયદેસર રીતે પચાવી પાડી હતી.

અઢી લાખના પ્લોટ પર આઠ શખસોએ કબ્જો જમાવ્યો હતો
આરોપી ગોવિંદ દાનાભાઇ સોલંકી, લક્ષ્મણ સવાભાઇ રાતડીયા, સ્વ. જીવણભાઇ વઘેરાના વારસદારો જયા જીવણભાઇ વઘેરા, સુરેશ જીવણભાઈ વઘેરા, બિપીન જીવણભાઇ વઘેરા, કરશન કરમાઇ ખાટરીયા, જનકસિંહ પરમાર, રેખાબેન લક્ષ્મણભાઇ રાતડીયા ફરિયાદી પ્રતિકભાઈ કાપડીની માલીકીના મવડી સર્વે નં 99/100 પૈકી બિનખેતી જમીન પ્લોટ નંબર 39 આશરે 587.5 વાર કિંમત 2,50,000માં 8 આરોપીઓએ ગેરકાયદેસર રીતે પેશકદમી કરી બાંધકામ કરી ફરીયાદીના દીકરા પ્રતિકભાઇ કાપડી માલીકીની પ્લોટની જમીન પચાવી પાડી હતી.