રાજકોટ મનપા દ્વારા પાણીના નળમાં ઇલેક્ટ્રિક મોટર મૂકતા કે અન્ય કોઈ અનઅધિકૃત રીતે ડાયરેકટ પંપિંગ કરતા લોકો સામે પગલાં લેવા ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે. જેમાં શ્રોફ રોડ, સાધુ વાસવાણી રોડ સહિત સેન્ટ્રલ, ઇસ્ટ અને વેસ્ટ ઝોનના 1176 ઘરોની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ડાયરેક્ટ પમ્પીંગ કરતા કુલ 10 કિસ્સાઓ મળેલ હતા. 4 લોકોને નોટીસ અને 4 લોકોની ઇલેક્ટ્રિક મોટર જપ્ત કરવામાં આવી હતી. ડાયરેક્ટ પમ્પીંગ અને ફળિયા ધોવા બાબતે રૂ.8,750ની પેનલ્ટી વસુલ કરવામાં આવી હતી.
3 ઇલેક્ટ્રિક મોટર જપ્ત કરવામાં આવી
પાણી ચકાસણી ઝુંબેશ દરમ્યાન જો કોઇ વ્યક્તિ ડાયરેક્ટ પમ્પીંગ કરતા માલુમ પડે તેવા કિસ્સાઓમાં રૂ.2 હજારની પેનલ્ટી વસુલ કરવા જે-તે વ્યક્તિને નોટીસ ઇસ્યુ કરી મુદ્દત આપવામાં આવે છે તેમજ જો કોઇ આસામી ફળિયા ધોતા માલુમ પડે તો તેમની પાસેથી રૂ.250નો દંડ વસુલ કરવામાં આવે છે.સેન્ટ્રલ ઝોનના વિવિધ વોર્ડના વિસ્તારોમાં ચકાસણી દરમ્યાન 04 લોકો ડાયરેકટ પમ્પિંગ કરતા મળેલ હતા. કુલ 3 ઇલેક્ટ્રિક મોટર જપ્ત કરવામાં આવી હતી અને 1 લોકોને નોટીસ આપવામાં આવી હતી તેમજ રૂ.2,750ની પેનલ્ટી વસુલ કરવામાં આવી હતી.
રૂ.4 હજારની પેનલ્ટી વસુલ કરવામાં આવી
ઈસ્ટ ઝોનના વિવિધ વોર્ડના વિસ્તારોમાં ચકાસણી દરમ્યાન 1 વ્યક્તિ ડાયરેકટ પમ્પિંગ કરતા મળેલ હતો અને તેને નોટીસ આપવામાં આવી હતી તેમજ રૂ.2 હજારની પેનલ્ટી વસુલ કરવામાં આવી હતી. વેસ્ટ ઝોનના વિવિધ વોર્ડના વિસ્તારોમાં ચકાસણી દરમ્યાન 5 લોકો ડાયરેકટ પમ્પિંગ કરતા મળેલ હતા કુલ 1 ઇલેક્ટ્રિક મોટર જપ્ત કરવામાં આવી હતી અને 2 લોકોને નોટીસ આપવામાં આવી હતી તેમજ રૂ.4 હજારની પેનલ્ટી વસુલ કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.