તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉલ્ટી ગંગા:રાજસ્થાનથી 1 હજાર શ્રમિકોએ રાજકોટ માર્કેટ યાર્ડમાં પરત આવવા માંગ કરી

રાજકોટ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શ્રમિકો પરત આવી જાય તો માર્કેટ યાર્ડનું રોજનું ટર્નઓવર 10થી 12 કરોડ થઇ જાય: યાર્ડના ચેરમેન

લોકડાઉનમાં હાલ શ્રમિકો પોતાના વતન જવાની જીદે ચડ્યા છે. આ માટે પોલીસ અને વહીવટી તંત્રની મદદથી રોજ ટ્રેન મારફત શ્રમિકોને પોતાના વતન રવાના કરવામાં આવે છે. પરંતુ રાજકોટ માર્કેટ યાર્ડમાં કામ કરતા રાજસ્થાનના બાડમેર જિલ્લાના 1 હજાર શ્રમિકોએ પરત રાજકોટ આવવાની માંગ કરી છે. આ અંગે યાર્ડના ચેરમેન ડી.કે. સખીયાએ જણાવ્યું હતું કે, બાડમેરના 1 હજાર કરતા વધુ શ્રમિકોની પરત આવવાની માંગ છે. 43 શ્રમિકોની યાદી બેડી માર્કેટ યાર્ડે જિલ્લા કલેક્ટરને સોપી છે. રાજસ્થાન સરકારમાંથી મંજૂરી મેળવ્યા બાદ પરત બોલાવાશે. હાલ માર્કેટ યાર્ડમાં 20થી 250 શ્રમિકો કાર્યરત છે. પરંતુ  પરત આવવાની માંગ કરી રહેલા શ્રમિકો આવશે તો રોજનું યાર્ડનું ટર્નઓવર 10થી 12 કરોડ થઇ જશે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો