• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • 1 Positive Case Was Reported On Sunday, 4 Patients Under Treatment In The City, 53,80,947 People In The District Got Vaccinated

કોરોના રાજકોટ LIVE:શહેરમાં કોરોનાના કેસમાં વધારો, ટોપલેન્ડ સોસાયટીમાં એકસાથે 4 વ્યક્તિ સંક્રમિત

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • આકરી ગરમીને કારણે સનસ્ટ્રોક અને ઝાડા-ઊલટીના કેસમાં વધારો

શહેરમાં આજે કોરોનાનો ફફડાટ વ્યાપી ગયો છે. છેલ્લી ચોવીસ કલાકમાં પોઝિટિવ કેસ વધ્યા છે. શહેરના ટોપલેન્ડ સોસાયટીમાં ચાર કેસ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. વોર્ડ નં.9ના આરોગ્ય અધિકારી ટીમ સાથે ટોપલેન્ડ સોસાયટીએ પહોંચ્યા છે.

ગઈકાલે એક કેસ નોંધાયો હતો
રાજકોટમાં રવિવારે એક પોઝિટિવ કેસ નોંધાયો હતો. આથી સારવાર હેઠળ રહેલા દર્દીની સંખ્યા 3માંથી વધીને 8 થઈ છે. શહેરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 63700 પર પહોંચી છે. તેમજ રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં 53,80,947 લોકોએ વેક્સિન લીધી છે.

રાજકોટ જિલ્લામાં વેક્સિનેશન 50 લાખને પાર
હાલ રાજકોટ શહેર તેમજ જિલ્લાના મળીને વેક્સિનના કુલ 53 લાખ 80 હજાર 947 ડોઝ અપાઈ ચૂક્યા છે. રાજકોટ શહેરમાં 14,13,665 પ્રથમ, 12,34,169 બીજો તેમજ 70,236 લોકોને પ્રિકોશન ડોઝ મળીને કુલ 27,18,070 ડોઝ 84 સાઈટ પરથી આપવામાં આવ્યા છે. જ્યારે જિલ્લામાં 13,39,423ને પ્રથમ, 12,66,235 ને બીજો તેમજ 57,210 લોકોને પ્રિકોશન ડોઝ સાથે કુલ 26,62,877 ડોઝ 120 સેન્ટર પરથી આપવામાં આવ્યા છે.

એક સપ્તાહમાં શરદી-ઉધરસના 109 કેસ નોંધાયા
રાજકોટમાં પણ આ વર્ષે ઉનાળાનો આકરો તાપ વહેલો શરૂ થઇ ગયો છે. બપોરે તો કાળઝાળ ગરમીમાં લોકો શેકાય રહ્યા છે. ત્યારે ગત અઠવાડિયામાં ફરી સીઝનલ રોગચાળાના દર્દી વધ્યા હતા. જેમાં એક સપ્તાહમાં મનપાના ચોપડે ઝાડા–ઉલટીના 109 અને શરદી-ઉધરસના 172 દર્દીઓ નોંધાયા હતા. જ્યારે સામાન્ય તાવના 79 કેસ દાખલ થયા હતા. આ ઉપરાંત ચાલુ વર્ષમાં ડેન્ગ્યુના 8, મેલેરિયાના 4 અને ચિકનગુનિયાના 4 કેસ નોંધાયા છે.