કોરોના રાજકોટ LIVE:બુધવારે 1 પોઝિટિવ કેસ દાખલ, 4 દર્દીઓ કોરોના મુક્ત, હાલ 2 દર્દી સારવાર હેઠળ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • મહાનગરમાં ગઇકાલે 387 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા

રાજકોટ શહેરમાં ગઇકાલે થોડા દિવસો બાદ ફરી કોરોનાનો એક કેસ નોંધાયો છે. મહાનગરમાં ગઇકાલે 387 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી એક રીપોર્ટ પોઝીટીવ આવ્યો હત સાથે જ મંગળવારે હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ રહેલા 4 દર્દી કોરોના મુકત થયા હતા. જોકે આ સાથે જ નવો કેસ આવતા જ શહેરમાં એકટીવ કેસની સંખ્યા 2 રહી છે. મહાનગરમાં આજ સુધીમાં કોરોનાના 63708 કેસ નોંધાયા છે અને 63207 લોકો સ્વસ્થ બન્યા છે.

ગરમીમાં ઋતુજન્ય રોગચાળો વકર્યો
હાલ ઋતુજન્ય રોગચાળાએ માથુ ઊંચક્યું છે. ગત અઠવાડિયે શહેરમાં શરદી- ઉધરસના 186 અને ઝાડા-ઊલટીના 107 કેસ નોંધાયા હતા. આ વર્ષે ઉનાળાનો આકરો તાપ શરૂ થઇ ગયો છે. બપોરે તો કાળઝાળ ગરમીમાં લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે ત્યારે રાજકોટમાં છેલ્લા અઠવાડિયામાં ફરી સિઝનલ રોગચાળાના દર્દી વધ્યા છે. જેમાં એક સપ્તાહમાં મનપાના ચોપડે ઝાડા–ઉલટીના 107 અને શરદી-ઉધરસના 186 દર્દીઓ નોંધાયા છે. જ્યારે સામાન્ય તાવના 78 કેસ દાખલ થયા છે. આ ઉપરાંત ચાલુ વર્ષમાં ડેન્ગ્યુના 9, મેલેરિયાના 6 અને ચિકનગુનિયાના 4 કેસ નોંધાયા છે. આ આંકડા તારીખ 16થી 22મે સુધીના છે જે મનપા દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.

14,856 ઘરોમાં પોરાનાશક કામગીરી કરાઇ
આ રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વાહક નિયંત્રણની કામગીરી હેઠળ એક અઠવાડિયામાં પોરાનાશક કામગીરી હેઠળ 14,856 ઘરોમાં પોરાનાશક કામગીરી કરી છે અને 114 ઘરોમાં ફોગિંગ કામગીરી કરી છે. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોને વ્હિકલ માઉન્ટેન ફોગિંગ મશીનથી ફોગિંગ કામગીરી કરવામાં આવે છે.