કોરોના કહેર:રાજકોટમાં કોરોનાને કારણે વધુ 1 મોત, ખાનગી હોસ્પિટલના કર્મચારી સહિત ચાર પોઝિટિવ

રાજકોટ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સગર્ભાને દવાખાને લઈ જતાં પહેલાં ડિસઈન્ફેક્ટ કરાઈ - Divya Bhaskar
સગર્ભાને દવાખાને લઈ જતાં પહેલાં ડિસઈન્ફેક્ટ કરાઈ
  • જામકંડોરણામાં 10 વર્ષના બાળકને અને જામનગરમાં બે અને દ્વારકામાં એક વ્યક્તિને કોરોના પોઝિટિવ
  • જંગલેશ્વરના 53 વર્ષીય પ્રૌઢે સારવાર દરમિયાન દમ તોડ્યો, પરિવાર હજુ ક્વોરન્ટાઈન

રાજકોટમાં કોરોનાને કારણે વધુ એક મોત નોંધાયું છે જ્યારે જિલ્લામાં કોરોનાના સતત બીજા દિવસે નવા કેસ સામે આવી રહ્યા છે. આ સાથે કુલ કોરોના પોઝિટિવ કેસનો આંક 114 થયો છે.  જામકંડોરણા તાલુકાના જામદાદર ગામે માત્ર 10 વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેશ ભંડેરીના જણાવ્યા અનુસાર આ બાળક જે પરિવારમાંથી આવે છે તે વિચરતી જાતિના છે અને ગામે ગામ બળદ લઈને ફરે છે અને તેની લેવડ દેવડનો વ્યવસાય કરે છે.

બાળક પડી જતા વાગ્યું હતું અને સારવાર કરાવી હતી બાદમાં તબિયત બગડતા ઉપલેટાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં ડોક્ટરે ન્યુમોનિયા હોવાનું નિદાન કરતા સિવિલ ખસેડ્યા હતા જ્યાં પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. આ પરિવાર થોડા થોડા દિવસોમાં ગામ બદલતા રહે છે. ઉપલેટાના ત્રાંબડિયા ચોકમાં રહેતા  અને અમદાવાદથી આવેલા દિનેશભાઈ વાઢેર તેમજ તેમના પત્ની રીટાબેનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.  મોડીરાત્રે માધાપરમાં રહેતા અને શહેરની એક મોટી ખાનગી હોસ્પિટલમાં ફરજ નિભાવતા 25 વર્ષના યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમ માધાપરના સરપંચ છગનભાઈએ જણાવ્યું છે.

 જામનગરમાં મુંબઇથી આવેલા એક પુરુષ અને એક સ્ત્રીના લક્ષણોની તપાસણી કરાતાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો દેવભૂમિ દ્વારકાનાના ખંભાળિયામાં 61 વર્ષના નિવૃત્ત તલાટી કે જેમને એટેક આવતાં 28મીએ રાજકોટ સારવાર માટે ક્રાઇસ્ટમાં ખસેડાયા ત્યારે તેમનો રિપોર્ટ કરાતાં તે પોઝિટિવ આવ્યો છે. 

રાજકોટમાં કોરોના ટેસ્ટની સંખ્યા 5000ને પાર થઈ 
રાજકોટમાં શનિવાર સાંજની સ્થિતિએ કુલ 140 સેમ્પલ લેવાયા છે જેમાં દ્વારકાના એક અને રાજકોટના 3 કેસ પોઝિટિવ આવ્યા છે. જ્યારે 3ના રિઝલ્ટ હજુ પણ પેન્ડિંગ છે. આ સાથે રાજકોટમાં કોરોનાના કુલ ટેસ્ટની સંખ્યા 5212 થઈ છે જેમાં રાજકોટ શહેરમાં 3336 જ્યારે જિલ્લામાંથી 1579 તેમજ અન્ય જિલ્લામાંથી આવતા 297 લોકોના સેમ્પલ લઈને ટેસ્ટ કરાયા હતા. રાજકોટમાં 114 પોઝિટિવ જ્યારે 4 મોત નીપજ્યા છે. આ ઉપરાંત 35 લોકોની સારવાર હજુ ચાલી રહી છે.

મુંબઈથી આવેલા ભૂખલી સાંથળીના યુવાનને કોરોના 
શનિવારે કુંકાવાવના ભુખલી સાંથળી ગામના 39 વર્ષીય યુવકનાે કાેરાેના રીપાેર્ટ પાેઝીટીવ અાવ્યાે હતાે. અા યુવાન ગત 23મીએ મુંબઇથી સાવરકુંડલા ટ્રેનમા અાવ્યાે હતાે. તાે બીજી તરફ અમરેલીના ચિતલ રાેડ પર રહેતા કાેરાેનાના શંકાસ્પદ વૃધ્ધાનાે રીપાેર્ટ અાવે તે પહેલા તેમનુ સારવારમા માેત થયુ હતુ. 

અન્ય સમાચારો પણ છે...