પાણીના ધાંધિયા શરૂ:રાજકોટમાં વોર્ડ નં.,8,10 અને 11માં ભરઉનાળે પાણીકાપ, આજે 1 લાખ લોકોએ હાલાકી ભોગવી

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • મનપાએ નાનામવા બ્રિજ નીચેની પાણીની લાઈન શિફ્ટ કરવા પાણી વિતરણ બંધ કર્યું

ઉનાળાની કાળઝાળ ગરમી તોબા પોકારી રહી છે ત્યારે મનપાએ નાના મવા બીજ નીચેની પાણીની લાઈન શિફ્ટ કરવા માટે વોર્ડ નં.,8,10 અને 11માં અને આજે પાણીકાપ ઝિક્યો છે. આ પાણીકાપને કારણે 1 લાખ લોકો આજે હાલાકી ભોગવી રહ્યા છે. મહાપાલિકાના વોટર વર્કસ વિભાગના જણાવાયા પ્રમાણે આજે પુનિતનગર ઈ.એસ.આર. તથા ચંદ્રેશનગર ઇ.એસ.આર, હેઠળ પાણી વિતરણ બંધ રહેશે.

મૂળ લાઈનને હયાત લાઇન સાથે જોડવા પાણીકાપ
150 ફુટ રીંગ રોડ આધારીત ઈ.એસ.આર.ની મેઈન 600 એમ,એમ. ડાયા એમ.એસ.ની સપ્લાય પાઈપ લાઈન નાનામવા સર્કલ ફ્લાય ઓવર બ્રિજનાં એલાઇનમેન્ટમાં આવતી હોય, જે શીફ્ટ કરવાની કામગીરી પૂર્ણ થયેલ છે. મૂળ લાઈનને હયાત લાઇન સાથે જોડવાની કામગીરી કરવાનું થતું હોય પાણી બંધ રહેતા ઉકત વિસ્તારોમાં પાણી નહિ મળે.

આ વિસ્તારોને આજે પાણી નહીં મળે
જે વિસ્તારોને આજે પાણી નથી મળ્યું તેમાં પુનિતનગર, રામધામ, ન્યુ કોલેજવાડી, સામ્રાજય એપાર્ટમેન્ટ, સરકારી વસાહત, જગન્નાથ, નવજયોત પાર્ક, એ.પી.પ્લોટ, સિલ્વર એવન્યુ. સાંઇનગર, જયગીત સોસાયટી, બ્રહ્મકુંજ સોસાયટી, નારાયણનગર, અમરનાથ મહાદેવ રોડ, ગુલાબવિહારનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ચંદ્રેશનગર નાનામવા આવાસ, સાકેત પાર્ક, ગંગદેવ પાર્ક, આવકાર એવન્યુ ગોલ્ડન પાર્ક, ચૈતન્ય બંગલો, સારમ બંગલો, શ્રી રાજ રેસીડેન્સી, Àરસ્ડિ એપાર્ટમેન્ટ, પ્રદ્યુમન પાર્ક, ઇન્દ્રલોક રેસીડેન્સી, પુનિતનગર૧૦ હેઠળના સત્યમ પાર્ક, શિવદ્રષ્ટિ, દિપવન પાર્ક, બેકબોન હાઇટસ, શિવમ પાર્ક, જય પાર્ક, સ્વાતિ પાર્ક, પાવન પાર્ક, આસોપાલવ સ્પ્રીંગ એપાર્ટમેન્ટ, શિલ્પન રીગાલીયા, નિધિ કર્મચારી સોસાયટી, મારૂતિ પાર્કનો સમાવેશ થાય છે.

અહીંયા પણ પાણી વિતરણ બંધ રહેશે
આ સાથેચંદ્રેશનગર 10 હેડ વર્કસ હેઠળના શ્યામલ વિહાર, ફુલવાડી પાર્ક, શિવ આરાધના, અલય પાર્ક, સગુન રેસીડેન્સી, શ્રીજી પાર્ક, આલાપ હેરીટેજ, મારૂતિ મેઇન રોડ ઉપરના વિસ્તારમાં કાપ રહેશે જયારે પુનિતનગર 11 લક્ષ્મી સોસાયટી, વલ્લભ વિદ્યાનગર, ગોવિંદરત્ન સોસાયટી, બેકબોન પાર્ક, આર.જી.બંગલો, ગોવિંદરત્ન બંગ્લોઝ, ગોવિંદરત્ન વિલા, ગોવિંદરત્ન આવાસ, અર્જુન પાર્ક, તાપસ સોસાયટી, ઉપાસના, અર્જુન પાર્ક આવાસ, સાગર ચોક આવાસ, સરદાર પટેલ પાર્ક-2, તુલસી પાર્ક (નાનામવા)માં પણ પાણી વિતરણ બંધ રહેશે.