ધરપકડ:સસ્પેન્ડેડ એસઆરપીમેને આપેલો 250 લિટર દેશી દારૂ સાથે 1 ઝબ્બે

રાજકોટ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પારસ સોસાયટીમાં ચીલઝડપ કરનાર બેલડી પકડાઇ

જામનગર રોડ, પૃથ્વીરાજ પાર્ક પાસેથી એક દેશી દારૂનો મોટો જથ્થો ભરેલી કાર પસાર થવાની હોવાની યુનિવર્સિટી પોલીસમથકના કોન્સ.જેન્તીગીરી ગૌસ્વામીને માહિતી મળી હતી. જેના આધારે પીએસઆઇ એ.બી.જાડેજા સહિતનો સ્ટાફ માહિતી મુજબના સ્થળે દોડી જઇ વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન જીજે.23એચ.0487 નંબરની કાર પસાર થતા તેને અટકાવી હતી. જેમાં એક માત્ર ચાલક અને પાછળની સીટ પર કોથળીઓ જોવા મળી હતી. ચાલકની પૂછપરછ કરતા તે આ જ વિસ્તારમાં રહેતો નિકુંજ ધીરજ હિરાણી હોવાનું જણાવ્યું હતું.

જ્યારે પોલીસે કારમાં રહેલી પ્લાસ્ટિકની થેલીઓ ચેક કરતા તેમાંથી રૂ.5 હજારના કિંમતનો 250 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ, કાર કબજે કરી નિકુંજની ધરપકડ કરી હતી. નિકુંજની પૂછપરછ કરતા તે દેશી દારૂનો જથ્થો એસઆરપીમાંથી સસ્પેન્ડ થયેલા જેન્તી જાંબુકિયા પાસેથી લઇ આવ્યો હોવાની કબૂલાત આપી હતી. પોલીસે સસ્પેન્ડેડ એસઆરપી મેનને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. પારસ સોસાયટીમાં ગત તા.15ની બપોરે પગપાળા જઇ રહેલી મહિલાના ગળામાંથી બાઇક પર આવેલા બે શખ્સ સોનાનો ચેઇન ઝૂંટવી નાસી ગયા હતા.

ભરબપોરે બનેલા બનાવની મહિલાએ પોલીસમાં જાણ કરતા ગાંધીગ્રામ પોલીસે તપાસ હાથ ધરી હતી. બનાવ સ્થળ પાસેના સીસીટીવી કેમેરા ચેક કરતા બે બાઇકસવાર કેમેરામાં કેદ થઇ ગયા હતા. જેના વર્ણનના આધારે પોલીસે તપાસ શરૂ કરી તે વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કર્યું હતું. ત્યારે પેટ્રોલિંગ દરમિયાન વર્ણન મુજબના બે શખ્સ બાઇક પર પસાર થતા પોલીસે તેને અટકાવ્યા હતા.

​​​​​​​બંનેને અટકાવી પૂછપરછ કરતા એક રેસકોર્સ રિંગ રોડ પાસેના બાવળિયાપરાનો મુન્નો ઉર્ફે ગાંધી રમેશ ડાભી, બીજો આમ્રપાલી ફાટક પાસે રેલવે ટ્રેક પાસે રહેતો વિક્રમ ચંદુ રાઠોડ હોવાનું તેમજ બંને મૂળ ગોંડલના હોવાનું જણાવ્યું હતું. જ્યારે પોલીસે બંનેની તલાશી લેતા તેમની પાસેથી સોનાના ચેઇનના અડધા કટકા મળી આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...