તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:રાજકોટમાં કોરોનાથી 1 મોત, 88 નવા કેસ, તિરુપતિનગર, પરિમલ સહિતની સોસાયટીઓ માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં

રાજકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

રાજકોટ મહાનગરપાલિકાએ શહેરમાં કોરોના પોઝિટિવના 69 કેસ નોંધાયા હોવાનું જાહેર કર્યું છે, જ્યારે સારવારમાં રહેલા 55 દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવતા તેમને રજા આપવામાં આવી છે. હજુ 391 દર્દી સારવાર હેઠળ છે. રાજકોટ શહેરમાં કુલ કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યા 13600 થઇ છે. રાજકોટ જિલ્લામાં 19 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેના પગલે જિલ્લામાં કુલ કેસ 6281 થયા છે. જેમાંથી 204 એક્ટિવ કેસ છે. રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં 212762 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

રાજકોટ મનપાના આરોગ્ય વિભાગે તિરુપતિનગર રૈયારોડ, રોહીદાસપરા કુવાડવા રોડ, ગુજરાત હાઉસિંગ બોર્ડ અમીનમાર્ગ, મયૂરનગર દીનદયાળ માર્ગ, પરિમલ સોસાયટી યુનિ. રોડ, ઉત્સવ સોસાયટી મોરબી રોડ, શ્રીરાજ રેસિડેન્સી નાનામવા સર્કલ પાસેની સોસાયટીને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન હેઠળ જાહેર કરવામાં આવી છે.

આ ઉપરાંત જિલ્લા આરોગ્ય વિભાગે જેતપુરના પીપળવામાં પ્લોટ વિસ્તાર, દેરડી કુંભાજીમાં શિક્ષક સોસાયટી, માધાપરમાં વિનાયક વાટિકા, જામકંડોરણાના ગોકુલધામ, ઉપલેટામાં રામ વાટિકા, ધોરાજીના સુપેડી ગામે સરદાર સોસાયટીને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન હેઠળ જાહેર કરતા જિલ્લામાં 114 વિસ્તાર માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન હેઠળ આવી રહ્યા છે.

વેક્સિન સ્ટોરેજ માટે ચાર ફ્રીઝ મનપામાં ફાળવાયા
રાજકોટ મનપાને કોરોના વેક્સિનની જાળવણી અને સ્ટોર કરવા માટે રિજનલ ડેપ્યુટી ડાયરેક્ટર તરફી 4 ફ્રીઝ મોકલવામાં આવ્યા છે. આ ચારેય ફ્રીઝ હાલ મનપાના સેન્ટ્રલ વેક્સિન સ્ટોર ખાતે રાખવામાં આવ્યા છે. હવે જ્યારે સરકાર વેક્સિન મોકલે ત્યારે તેનો આ ફ્રીઝમાં સ્ટોર કરવામાં આવશે. બે મોટા અને બે નાના એમ કુલ ચાર ફ્રીઝ આપવામાં આવ્યા છે.

લાઠીની SBIના 6 કર્મીઓને પોઝિટિવ
લાઠી | લાઠીમાં આવેલ એસબીઆઇ બેન્કમાં છેલ્લા આઠ દિવસની અંદર 6 કર્મચારીઓને કોરોના પોઝીટીવ આવતા ખાતેદારોમાં ફફડાટ ફેલાયો છે. તંત્ર દ્વારા બેંકને બંધ કરી દેવાતા લાખો રૂપિયાનું ટર્નઓવર ઠપ્પ થયું છે. અમરેલી જિલ્લામાં કોરોના સંક્રમણ અટકતો નથી. દિવસે દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે. તેવા સમયે હવે બેંકના કર્મચારીઓ પણ કોરોનાની ઝપટે ચઢી રહ્યા છે. છેલ્લા આઠ દિવસની અંદર એક પછી એક 6 કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે. બેંકમાં દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં ખાતેદારોની અવર- જવર હોય છે.

પોરબંદરમાં યુકેથી આવેલા 95 ટ્રેસ થયા
બ્રિટનમાં કોરોનાના નવા સ્ટ્રેનથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે ત્યારે સરકારે નવી ગાઈડલાઈન બહાર પાડી છે. બ્રિટનથી આવનાર નાગરિકોને ટ્રેસ કરી તેઓને હોમ ક્વોરન્ટાઈન કરી તેમજ કોરોના ટેસ્ટ કરવાની સૂચના અપાઈ છે ત્યારે પોરબંદરમાં 25 નવેમ્બરથી 23 ડિસેમ્બર સુધીમાં યુકે થી 99 નાગરિકો આવ્યા છે જેમાંથી 95 નાગરિક ટ્રેસ થયા છે જ્યારે 4 નાગરિકનો પતો લાગતો ન હોવાથી આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શોધખોળ આદરી છે. નવા સ્ટ્રેન યુકેથી આવેલ નાગરિકના RTPCR રિપોર્ટમાં પોઝિટિવ આવે તો સેમ્પલ પુનામાં મોકલવા પડે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો