તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ગૌરવ:14 વર્ષની ઉંમરે જુનિયર KBCમાં 1 કરોડ જીત્યા, રાજકોટના DCP રવિ મોહન સૈની હવે પોરબંદરના SP બન્યા

રાજકોટ5 મહિનો પહેલા
14 વર્ષની ઉંમરે કેબીસીમાં એક કરોડ જીતનાર રવિ મોહન સૈની હવે પોરબંદરના એસપી બન્યા
  • 2001માં કરોડપતિ જુનિયર દરમિયાન તમામ 15 પ્રશ્નોના સાચા જવાબ આપી એક કરોડ જીત્યા હતા
  • 2014માં UPSCની પરીક્ષા પાસ કરી હતી અને ગુજરાત કેડરના IPS અધિકારી બન્યા હતા

રાજકોટ ઝોન-1ના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (DCP) રવિ મોહન સૈનીની બદલી પોરબંદરના SP તરીકે કરવામાં આવી છે. રવિ મોહન સૈની 2001માં કૌન બનેગા કરોડ પતિ શોમાં 14 વર્ષની ઉંમરે 1 કરોડ જીત્યા હતા. તેઓએ જુનિયર KBCમાં 15 પ્રશ્નોના સાચા જવાબ આપી મેગાસ્ટાર અમિતાબ બચ્ચનનું દિલ જીતી લીધું હતું.  આજે તેમની ઉંમર 33 વર્ષની છે. અને પોરંબદરના SP તરીકે પોતાનું પદ સંભાળ્યું છે. રવિ મોહન સૈનીએ વર્ષ 2014માં UPSCની પરીક્ષા પાસ કરી હતી અને ગુજરાત કેડરના IPS અધિકારી બન્યા હતા. રવિ મોહન સૈની રાજસ્થાનના અલવરના વતની છે. તેમના પિતા પણ ઇન્ડિયન નેવીમાંથી નિવૃત્ત થયા હતા.

રવિ મોહન સૈનીએ MBBS સુધીનો અભ્યાસ કર્યો છે

રવિ મોહન સૈનીએ  MBBS સુધી અભ્યાસ કર્યો અને પછી ઇન્ટરશીપ કરી હતી. આ સમય દરમિયા તેમણે UPSCની પરીક્ષા પાસ કરી હતી. તેમના પિતા નેવીમાં અધિકારી હોવાથી તેમણે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમની નેવલ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. જ્યારે રવિ દસમા ધોરણમાં હતા ત્યારે તેણે પહેલીવાર કૌન બનેગા કરોડપતિ જુનિયરમાં ભાગ લીધો હતો. અમિતાભ બચ્ચન દ્વારા હોસ્ટ કરવામાં આવતા કૌન બનેગા કરોડપતિમાં રવિએ તમામ 15 પ્રશ્નોના સાચા જવાબો આપ્યા અને રૂ .1 કરોડની મોટી રકમ જીતી લીધી હતી. ત્યારબાદ રવિએ અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને તેમના પિતાના પગલે યુનિફોર્મની પસંદગી કરી હતા. પ્રાથમિક શિક્ષણ સ્કૂલમાં લીધા બાદ મહાત્મા ગાંધી મેડિકલ કોલેજ જયપુરથી MBBS કર્યું હતું. 

SP તરીકે મારી પહેલી પ્રાથમિકતા કોરોનામાં લોકડાઉન લાગુ રહે તે રહેશે: રવિ

રવિએ જણાવ્યું હતું કે, જ્યારે હું MBBS કર્યા પછી ઇન્ટરશીપ કરતો હતો ત્યારે મેં UPSCની પરીક્ષા પાસ કરી હતી. મારા પિતા નૌકાદળમાં હતા અને તેમની પાસેથી પ્રેરણા લઇને મેં પણ પોલીસ દળની પસંદગી કરી. પોતાના પોસ્ટિંગ માટે સૈનીએ કહ્યું મારી પ્રાથમિકતા કોવિડ 19 મહામારીને જોતા પોરબંદરમાં લોકડાઉન લાગુ રહે તે જોવાની અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાયેલી રહે તે જોવાની રહેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે પરિવાર સાથે કોઇ ધાર્મિક સ્થળ પર જવાનો પ્રોગ્રામ બની શકે છે. સાથે જ આરામમાં સમય પસાર થશે. બાળકોને કોઇ ઉપલબ્ધિ મળવાથી ઘરનું વાતાવરણ સારું જળવાશે. નેગેટિવઃ- આળસના કારણે થોડા કામ અધૂરા રહ...

વધુ વાંચો