તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રાજકોટ LIVE:રાજકોટમાં કોરોનાના વધુ 4 કેસ નોંધાયા, 8218ને રસી અપાઈ

રાજકોટ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

રવિવારે રાજકોટ શહેરમાં ત્રણ અને ગ્રામ્ય વિસ્તારમાં એક પોઝિટિવ કેસ નોંધાયો છે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ અત્યાર સુધીમાં 12194889 ટેસ્ટ કરવામાં અાવ્યા છે અને તેમાંથી 42772 વ્યક્તિના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. રાજકોટ શહેરમાં રવિવારની સ્થિતિએ 49 દર્દી સારવાર હેઠળ હતા અને 7 દર્દીને રજા આપવામાં આવી છે. આજ સુધીનો 98.76 ટકા રિકવરી રેટ છે.

રાજકોટ જિલ્લા આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ રવિવારે 1606 ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અત્યાર સુધીમાં 14899 વ્યક્તિના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. રવિવારની સ્થિતિએ 8 એક્ટિવ કેસ છે. રાજકોટ શહેરમાં કુલ 8218 લોકોને રસી મૂકાઈ હતી.

વેક્સિનનો બીજા ડોઝ લેનારા વધતા જથ્થાના ભાગ પાડ્યા
રાજકોટ શહેરમાં 71 ટકાથી વધુનું રસીકરણ થઈ ચૂક્યું છે. ખાસ કરીને એપ્રિલ મહિનામાં સૌથી વધારે રસીકરણ થયું હતું. હવે તે તમામ લોકોને 84 દિવસ પૂરા થઈ રહ્યા છે. તેવામાં 80 ટકા કવરેજ માટે તંત્રએ દોડાદોડી કરી હતી અને ડોઝ મગાવ્યા હતા. જોકે પ્રથમ ડોઝ લેનારા કરતા બીજા ડોઝની સંખ્યા વધી ગઈ હતી અને જથ્થો વધારાય તો પણ ધાર્યા મુજબ કવરેજ વધી રહ્યું ન હતું. આ કારણે કવરેજ વધારવાની લહાયમાં પ્રથમ ડોઝ અને બીજા ડોઝ માટે અલગ અલગ જથ્થો પાડી દીધો.

મ્યુકોરનો ડેથ રેશિયો કોરોના કરતા વધુ
તબીબો અને સર્જનોએ ખરેખર આ કટોકટીમાં શ્રેષ્ઠ કામગીરી કરી છે પણ વહીવટી તંત્ર માહિતીઓ બહાર પાડવામાં ખેલ પાડી રહી છે. કોરોનાની સારવાર દરમિયાન કેટલાં મોત થયા અને તેમાંથી કેટલા કોવિડ ડેથ હતા તે રોજ જાહેર કરાય છે પણ મ્યુકોરમાં આ માહિતી જાહેર કરાતી નથી. કારણ કે, મ્યુકોરમાઇકોસિસમાં ડેથ રેશિયો કોરોના કરતા અનેક ગણો વધારે હોય છે.