તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રાજકોટ LIVE:આજે 2 કેસ નોંધાયા, વેક્સિનેશનમાં બાંધણું, 20 હજારના લક્ષ્યાંક સામે રોજ 8-9 હજારને જ વેક્સિન અપાય છે

રાજકોટ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અત્યાર સુધીમાં 12,22,332 લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યો
  • આજે 9370 કોવિશિલ્ડ, 820 કોવેક્સિનના ડોઝ ઉપલબ્ધ રહ્યા

રાજકોટમાં કોરોનાના વળતા પાણી શરૂ થઇ ગયા છે. શહેરમાં આજે સાંજ સુધીમાં બેપોઝિટીવ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 42774 પર પહોંચી છે. તેમજ રિકવરી રેટ 98.75 ટકા અને પોઝિટિવ રેટ 3.51 ટકા નોંધાયો છે. અત્યાર સુધીમાં કુલ 3477 લોકોને રસી મૂકાઈ છે અને 12,22,332 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.રાજકોટ જિલ્લા આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ રવિવારે 1606 ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અત્યાર સુધીમાં 14899 વ્યક્તિના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. રવિવારની સ્થિતિએ 8 એક્ટિવ કેસ છે. વેક્સિનેશનમાં પણ બાંધણું નક્કી થઈ ગયું છે. 20 હજારના લક્ષ્યાંક સામે રોજ 8-9 હજારને જ વેક્સિન અપાય છે.

રોજના 8થી 9 હજાર ડોઝની મર્યાદાનું બાંધણું
રાજકોટ મહાનગરમાં આજે પણ રસીકરણ કેન્દ્રો પર લાઇન યથાવત રહી હતી. ત્રણ દિવસના વેકેશન બાદ શનિવારથી માંડ વેક્સિનેશન ચાલી રહ્યું છે ત્યારે હવે રોજના 8થી 9 હજાર ડોઝની મર્યાદાનું બાંધણું થઇ ગયું હોય તેવી સ્થિતિ છે. આજે મનપા પાસે 9370 કોવિશિલ્ડ અને 820 કોવેક્સિન ડોઝ હતા. 31 આરોગ્ય કેન્દ્ર પર કોવિશિલ્ડ અને બે કેન્દ્ર પર કોવેક્સિન આપવામાં આવી હતી. નાગરિકોની જાગૃતિના દ્રશ્યો હવે લાચારીભર્યા બની ગયા છે. રાજ્ય સરકાર રોજ 8-9 હજારની લીમીટમાં જ વેક્સિન મોકલે છે. જેના આધારે રોજેરોજનું રસીકરણ અને સેશન સાઇટ આગલી રાત્રે નક્કી કરવા પડે છે. મહાનગરમાં ગઇકાલે રવિવારે આરોગ્ય વિભાગે 8218 લોકોને વેક્સિન આપી હતી.રાજકોટ શહેરમાં આજે સાંજ સુધીમાં કોરોના સામેની રસીકરણમાં 18 વર્ષથી 44 વર્ષના 3392 અને 45 વર્ષથી મોટી ઉંમરના 4449 સહિત કુલ 7841 નાગરિકોએ રસી લીધી છે.

રાજકોટના તમામ ઔદ્યોગિક વિસ્તરમાં 100% વેક્સિનેશન માટે ઝુંબેશ ચલાવવા કલેક્ટરની બેઠક
કોરોનાની સંભવિત ત્રીજી લહેર શરુ થાય તે પહેલા રાજકોટ ઝોનમાં સમાવિષ્ટ તમામ ઔદ્યોગિક વસાહતો સાથે સંકળાયેલા શ્રમિકો, કમર્ચારીઓ સહિત તમામ લોકોનું રસીકરણ પૂર્ણ કરવા કલેક્ટર અરુણ મહેશ બાબુએ અનુરોધ કર્યો છે. આજરોજ કલેક્ટર કચેરી ખાતે આયોજિત બેઠકમાં ઉપસ્થિત જિલ્લા તેમજ મહાનગરપાલિકા આરોગ્ય વિભાગના અધિકારીઓને દિશાનિર્દેશ આપતા કલેક્ટરે વિવિધ વસાહતોમાં ખાસ ડ્રાઈવ યોજી રસીકરણથી એક પણ વ્યક્તિ બાકી ન રહે તે માટે ખાસ ઝુંબેશ ઉપાડી વહેલામાં વહેલી તકે વેક્સિનેશન પૂર્ણ કરવા એક્શન પ્લાન ઘડવા જણાવ્યું હતું.

શહેરમાં આટલી જગ્યાએ રસીકરણ ચાલી રહ્યું છે
1) સિવિલ હોસ્પિટલ
2) પદ્મકુંવરબા હોસ્પિટલ
3) શ્યામનગર આરોગ્ય કેન્દ્ર
4) ચાણક્ય સ્કુલ- ગીત ગુર્જરી સોસાયટી
5) નંદનવન આરોગ્ય કેન્દ્ર
6) શિવશક્તિ સ્કુલ
7) નાનામવા આરોગ્ય કેન્દ્ર
8) મવડી આરોગ્ય કેન્દ્ર
9) શાળા નં. 84, મવડી ગામ
10) આંબેડકરનગર આરોગ્ય કેન્દ્ર
11) શાળા નં. 28, વિજય પ્લોટ
12) સિટી સિવિક સેન્ટર- અમીન માર્ગ
13) સદર આરોગ્ય કેન્દ્ર
14) અખિલ હિન્દ મહિલા પરિષદ આરોગ્ય કેન્દ્ર
15) શેઠ હાઈસ્કૂલ
16) રામનાથપરા આરોગ્ય કેન્દ્ર
17) ન્યુ રઘુવીર આરોગ્ય કેન્દ્ર
18) શાળા નં. 61, હુડકો
19) શાળા નં. 20 બી, નારાયણનગર
20) જંક્શન આરોગ્ય કેન્દ્ર
21) માધાપર આરોગ્ય કેન્દ્ર
22) રેલ્વે હોસ્પિટલ
23) મોરબી રોડ, કોમ્યુનિટી હોલ
24) ભગવતી પરા આરોગ્ય કેન્દ્ર
25) આદિત્ય સ્કુલ - 32
26) કબીરવન આરોગ્ય કેન્દ્ર
27) રામપાર્ક આરોગ્ય કેન્દ્ર
28) શ્રી ચંપકભાઈ વોરા આરોગ્ય કેન્દ્ર
29) પ્રણામી ચોક આરોગ્ય કેન્દ્ર
30) કોઠારીયા આરોગ્ય કેન્દ્ર
31) તાલુકા શાળા ભવન સામેલ છે.

બે કેન્દ્ર પર કોવેક્સિન અપાય છે
1) શાળા નં. 47, મહાદેવ વાડી, લક્ષ્મીનગર
2) શાળા નં. 49 બી, બાબરીયા કોલોની, અયોધ્યા ચોક

આજે બપોર સુધીમાં 18થી 44 વર્ષના 1455 અને 45 વર્ષ ઉપરના 2022 સહિત કુલ 3477 લોકોએ રસી લીધી હતી. જેમાં પ્રથમ અને દ્વિતીય બંને ડોઝ સામેલ છે. ગઇકાલે પણ રાજકોટ મહાનગરને 8 હજાર જેટલો વેક્સિનનો જથ્થો મળ્યો હતો. તેમાંથી આજે ગાડુ ગબડાવવામાં આવ્યું હતું. હવે આવતીકાલે કેટલા લોકોને વેક્સિન મળશે તે સાંજે મળનારા ડોઝ પરથી નક્કી થશે તેમ આરોગ્ય સુત્રોએ કહ્યું હતું.

પ્રથમ ડોઝ લેનારા કરતા બીજા ડોઝની સંખ્યા વધી
રાજકોટ શહેરમાં 71 ટકાથી વધુનું રસીકરણ થઈ ચૂક્યું છે. ખાસ કરીને એપ્રિલ મહિનામાં સૌથી વધારે રસીકરણ થયું હતું. હવે તે તમામ લોકોને 84 દિવસ પૂરા થઈ રહ્યા છે. તેવામાં 80 ટકા કવરેજ માટે તંત્રએ દોડાદોડી કરી હતી અને ડોઝ મગાવ્યા હતા. જોકે પ્રથમ ડોઝ લેનારા કરતા બીજા ડોઝની સંખ્યા વધી ગઈ હતી અને જથ્થો વધારાય તો પણ ધાર્યા મુજબ કવરેજ વધી રહ્યું ન હતું. આ કારણે કવરેજ વધારવાની લહાયમાં પ્રથમ ડોઝ અને બીજા ડોઝ માટે અલગ અલગ જથ્થો પાડી દીધો.

વહીવટી તંત્ર માહિતીઓ બહાર પાડતું નથી
તબીબો અને સર્જનોએ ખરેખર આ કટોકટીમાં શ્રેષ્ઠ કામગીરી કરી છે પણ વહીવટી તંત્ર માહિતીઓ બહાર પાડવામાં ખેલ પાડી રહી છે. કોરોનાની સારવાર દરમિયાન કેટલાં મોત થયા અને તેમાંથી કેટલા કોવિડ ડેથ હતા તે રોજ જાહેર કરાય છે પણ મ્યુકોરમાં આ માહિતી જાહેર કરાતી નથી. કારણ કે, મ્યુકોરમાઇકોસિસમાં ડેથ રેશિયો કોરોના કરતા અનેક ગણો વધારે હોય છે.