કોરોના રાજકોટ LIVE:શહેરમાં કોરોના કાબુમાં, નવા 2 કેસ નોંધાયા, મંગળવારે 11 તાલુકામાં શૂન્ય કેસ નોંધાયા

રાજકોટ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • જિલ્લામાં 8 દર્દીઓએ કોરોનાને મ્હાત આપ્યા પછી જિલ્લામાં હવે 68 એક્ટિવ કેસ રહ્યા

રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોના ખતમ તરફ છે. શહેરમાં આજે માત્ર 2 પોઝિટિવ કેસ નોંધાયા છે. ગઈકાલે મંગળવારે રાજકોટના તમામ 11 તાલુકામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નહોતો. શહેરમાં ગઈકાલે કોરોનાના 8 કેસ નોંધાયા હતા. જિલ્લામાં 8 દર્દીઓએ કોરોનાને મ્હાત આપ્યા પછી હવે 68 એક્ટિવ કેસ રહ્યા છે.

હાલ 23 એક્ટિવ કેસ છે
ગત રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં સાંજ સુધીમાં કુલ 8 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે 3 દર્દી સાજા થયા હતા. અત્યાર સુધીમાં 63663 સંક્રમિતો નોંધાયા, જેમાંથી હાલ 45 એક્ટિવ કેસ છે. ગ્રામ્ય વિસ્તારમાં એક પણ કેસ નોંધાયો નહોતો. જ્યારે પાંચ દર્દી સાજા થયા હતા. આ સાથે ગ્રામ્યમાં અત્યાર સુધીમાં 20645 સંક્રમિતો નોંધાયા હતા, જેમાંથી હાલ 23 એક્ટિવ કેસ છે.

સમરસ હોસ્ટેલમાં પણ હોસ્પિટલ બંધ
સમરસ હોસ્ટેલ હાલ કોવિડ હોસ્પિટલ તરીકે અનામત રાખવામાં આવી છે પણ હવે ત્યાં એકપણ દર્દી દાખલ ન હોવાથી તેમાં પણ હોસ્પિટલ બંધ કરવા માટે આદેશ અપાયો છે.ત્રીજી લહેરમાં રસીને કારણે લોકોમાં રોગપ્રતિકારક શક્તિમાં વધારો થયો હોવાથી ગંભીર દર્દીઓની સંખ્યા નહિવત હતી તેથી દાખલ દર્દીઓમાં ઘટાડો જોવા મળ્યો હતો. ત્રીજી લહેર દરમિયાન સિવિલમાં એકસાથે મહત્તમ 99 દર્દી દાખલ થયા હતા.