તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકોટમાં કોરોનાનું કાળચક્ર ફરી વળતાં દર બે કલાકે 1 દર્દીનું મોત નીપજી રહ્યું છે. 24 કલાકમાં 11 દર્દીનાં મોત નીપજતાં આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. જોકે મોત અંગે આખરી રિપોર્ટ ડેથ ઓડિટ કમિટી દ્વારા જાહેર કરવામાં આવશે. ગઇકાલે 9 દર્દીનાં મોત નીપજ્યાં હતાં. જોકે 9 પૈકી એક પણ દર્દીનું કોરોનાથી મોત ન થયું હોવાનો ડેથ ઓડિટ કમિટીના રિપોર્ટમાં જાહેર કરવામાં આવ્યું હતું. આજે ગુરૂવારે રાજકોટ શહેરમાં બપોર સુધીમાં નવા 85 કેસ નોંધાયા છે.
રાજકોટમાં કુલ કેસની સંખ્યા 19178 પર પહોંચી
રાજકોટમાં કોરોના કેસની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. શહેરમાં કુલ કેસની સંખ્યા 19178 પર પહોંચી છે તેમજ શહેરની અલગ અલગ હોસ્પિટલમાં 956 પર પહોંચી છે. બુધવારે 129 દર્દી કોરોનામુક્ત થતાં ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.
રાજકોટમાં આજે બપોરે 1 વાગ્યા સુધીમાં 5860 લોકોએ વેક્સિન લીધી
રાજકોટ શહેરમાં આજે સરકારી અને ખાનગી હોસ્પિટલો ખાતે કોરોના સામેની રસીકરણમાં બપોરે 1 વાગ્યા સુધીમાં પ્રથમ તબક્કો, પ્રથમ તબક્કાના બીજા ડોઝ, 60 વર્ષથી મોટી ઉંમરના અને 45થી 59 વર્ષના કોમોર્બીડ ધરાવતા લોકો સહિત કુલ 5860 નાગરિકોએ રસી લીધી.
રાજકોટમાં બુધવારે 11215 લોકોએ કોરોના વેક્સિન લીધી
રાજકોટ શહેરમાં બુધવારના રોજ સરકારી અને ખાનગી હોસ્પિટલો ખાતે કોરોના સામેની રસીકરણમાં સાંજ સુધીમાં પ્રથમ તબક્કોનો બીજો ડોઝ તેમજ 60 વર્ષથી મોટી ઉંમરના અને 45થી 59 વર્ષના કોમોર્બિડ ધરાવતા લોકો સહિત કુલ 11215 નાગરિકોએ રસી લીધી હતી.
રાજકોટ શહેર પોલીસ દ્વારા અનલોક-10 દરમિયાન કરેલી કામગીરી
- જાહરેનામા ભંગના કુલ 1186 કેસ કરવામાં આવ્યા
- સોશિયલ ડિસ્ટન્સ ભંગના 104 કેસ કરવામાં આવ્યા
- 976 વાહન ડિટેઇન કરવામાં આવ્યાં
- જાહરેમા માસ્ક નહીં પહેરવા બાબતે 871 વ્યક્તિ પાસેથી 8,71,000 દંડ વસૂલવામાં આવ્યો
- જાહરેમા થૂંકવા બાબતે 354 વ્યક્તિ પાસેથી 1,76,500 દંડ વસૂલવામાં આવ્યો
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.