કોરોના રાજકોટ LIVE:આજે 3 કેસ નોંધાયા, વેક્સિનના બન્ને ડોઝ લીધા બાદ પણ 3 સિનિયર સિટીઝન પોઝિટિવ, નોરતા પછી અને દિવાળી પહેલા કોરોનાની દસ્તક

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • શહેરમાં 18 વર્ષથી મોટી ઉંમરના કુલ 4324 નાગરિકોએ રસી લીધી હતી

રાજકોટમાં કોરોના કેસ એક કે બે દિવસે માંડ એક કે બે નોંધાઇ રહ્યા હતા. પરંતુ આજે નવા 3 કેસ નોંધાયા છે. નોરતા પછી અને દિવાળી પહેલા કોરોનાની દસ્તક થતા આરોગ્ય વિભાગે કોન્ટેક ટ્રેસીંગની કાર્યવાહી હાથ ધરી છે. હાલ વેક્સિનના બે ડોઝ લીધા બાદ પણ જામનગર રોડ પર 3 સિનિયર સિટીઝન કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાં ગવર્મેન્ટ પ્રેસ સોસાયટીના 50 વર્ષીય મહિલા તથા વસુંધરા સોસાયટીના 57 વર્ષીય પુરુષ અને 52 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શહેરમાં અત્યાર સુધીમાં 42832 કેસ નોંધાયા છે. હાલ 18 વર્ષથી મોટી ઉંમરના કુલ 4324 નાગરિકોએ રસી લીધી હતી.ગ્રામ્ય વિસ્તારમાં વેક્સિનેશનને વેગ મળ્યો છે અને 94.66 ટકા લોકોએ અત્યાર સુધીમાં પ્રથમ ડોઝ લઇ લીધો છે.

જિલ્લા વહિવટીતંત્ર અને આરોગ્ય વિભાગ રસીકરણ માટે સજ્જ
કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાને લઇને જિલ્લા વહિવટીતંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા ઘરે-ઘરે રૂબરૂ સંપર્ક, મોબાઇલ વાન તથા જાહેર સ્થળોએ કેમ્પો દ્વારા વધુમાં વધુ લોકોને કોવિડ-19 સામે રસીકરણ વડે સુરક્ષિત કરવા સઘન ઝુંબેશ ચલાવાઇ રહી છે. જેના પરિણામે રાજકોટ જિલ્લામાં 18થી વધુ વય જુથના કુલ 772612 લાભાર્થીઓને વિનામૂલ્યે રસીકરણનો પ્રથમ ડોઝનો લાભ આપી 94.66 ટકા લોકોને કોરોના સામે સુરક્ષા આપવામાં આવી છે.

તાલુકાવાઇઝ વેક્સિનેશનની કામગીરી
જેમાં તા.14-10-2021 સુધીમાં જામકંડોરણા અને જેતપુર તાલુકામાં 18 પ્લસ વયજુથના તમામ નાગરિકોને પ્રથમ ડોઝ અપાઇ ગયો છે. લોધિકામાં અને પડધરી તાલુકામાં 99 ટકાથી વધુ, ધોરાજીમાં 98.69 ટકા, રાજકોટ ગ્રામ્યમાં 96.22 ટકા, કોટડાસાંગાણી તાલુકામાં 95.78 ટકા, ગોંડલ તાલુકામાં 94.32 ટકા, ઉપલેટામાં 92.58, જસદણ તાલુકામાં 90 તથા વીંછિયા તાલુકામાં 79.98 ટકા 18 પ્લસ વય જુથના નાગરિકોને રસીકરરણનો પ્રથમ ડોઝ અપાઇ ગયો છે. જ્યારે 47.39 ટકા લોકોને બીજો ડોઝ પણ મળી ગયો છે.

પાંચ નગરપાલિકા વિસ્તારમાં 87.80 ટકા રસીકરણ
આજ રીતે રાજકોટ જિલ્લાના નગરપાલીકા વિસ્તારોમાં કુલ 2,78,380 18 પ્લસ વયજૂથના લાકોને રસીકરણનો પ્રથમ ડોઝ અપાઇ ગયો છે. આમ પાંચ નગરપાલિકા વિસ્તારમાં 87.80 ટકા લોકોને રસીકરણનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 57.31 ટકા લોકોને બીજો ડોઝ પણ મળી ગયો છે. તેમ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...