કોરોના રાજકોટ LIVE:આજે 0 કેસ, 60 વર્ષથી ઉપરની ઉંમરનાને આજથી ઘરે વેક્સિન આપવાની કામગીરી શરૂ

રાજકોટ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • આજથી હેલ્પલાઇન નંબર 0281-2220600 પર ફોન કરવાથી 60 વર્ષથી મોટી ઉંમરના લોકોને ઘરે વેક્સિન અપાશે

રાજકોટમાં કોરોનાના બે દિવસમાં એક-એક કેસ નોંધાયા બાદ આજે એક પણ કેસ નોંધાયો નથી. કુલ કેસની સંખ્યા 42829 પર પહોંચી છે. તેમજ અત્યાર સુધીમાં 42366 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રિકવરી રેટ 98.91 ટકા અને પોઝિટિવિટી રેટ 3.01 ટકા નોંધાયો છે. અત્યાર સુધીમાં 14,21,247 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. 60 વર્ષથી ઉપરની ઉંમરનાને આજથી ઘરે વેક્સિન આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. રાજકોટ શહેરમાં આજે સાંજ સુધીમાં કોરોના રસીકરણમાં 18 વર્ષથી મોટી ઉંમરના કુલ 4258 નાગરિકોએ રસી લીધી હતી.

હેલ્પલાઇન નંબર 0281-2220600 જાહેર કરવામાં આવ્યો
શહેરમાં ચાલી રહેલી વેક્સિનેશનની કામગીરી અંતર્ગત શહેરને 100% વેક્સિનેશન કરવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નવો જ અભિગમ શરૂ કરવામાં આવ્યો છે. હાલ રસીકરણ 98.5 ટકાને વટાવી ગયું છે. ત્યારે હવે આજથી હેલ્પલાઇન નંબર 0281-2220600 પર 60 વર્ષ ઉપરના તમામ સિનિયર સિટીઝનને એક ફોન કોલ પર ઘરે વેક્સિન આરોગ્યની ટીમ આપી રહી છે. આ હેલ્પલાઇન નંબર બીમાર, પથારીવશ, દિવ્યાંગ, શારીરિક રીતે અશક્ત, સગર્ભા માતા અને ધાત્રી માતાઓ માટે પણ કાર્યરત રહેશે.

સવારના 9 થી સાંજના 5 વાગ્યા સુધીમાં ફોન કરી નોંધણી કરાવવાની રહેશે
હાલ શહેરમાં નિયત કરેલ કોરોના વેક્સિન સેન્ટર ખાતે લોકો આવી રસી મુકાવે છે, પરંતુ હજુ એવા પણ લોકો છે જે વેકસીન સેન્ટર સુધી આવી નથી શકતા તેવા નાગરિકો માટે આજે તા. 13થી મહાનગરપાલિકા દ્વારા ઘરે બેઠા કોરોના વેક્સિન લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. લાભ લેનારે હેલ્પલાઇન નંબર પર સવારના 9 થી સાંજના 5 વાગ્યા સુધીમાં ફોન કરી નોંધણી કરાવવાની રહેશે. જેમાં લાભાર્થીએ મોબાઈલ નંબર, રહેણાકનું પૂરું સરનામું, વેક્સિનના પ્રથમ કે બીજા ડોઝની માહિતી આપવાની રહેશે.