તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બેલા ગામમાં રહેતી ૫૫ વર્ષીય મહિલા તેના ગામના કુવામાં પડી જતા તેનું મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતા પરિવારજનોએ પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી હતી બનાવ બાદ તતાલુકા પોલીસ સ્ટાફ હોસ્પિટલ દોડી જઈ મહિલાએ પરિવારજનોના નિવેદન આધારે મહિલાએ આપઘાત કર્યો કે આક્સ્સ્મિક બનાવ તે અંગે તપાસ હાથ ધરી હતી અન્ય એક બનાવમાં મોરબીના પીપળી ગામના યુવાને અગમ્ય કારણોસર ફાસો લગાવી આપઘાત કરી લીધો હતો.
મહિલાએ આપઘાત કર્યો કે આકસ્મિક મોત થયું તે અંગે તપાસ હાથ ધરી
મોરબીના બેલા ગામમાં રેહેતા દયાબેન મગનભાઈ ચારોલા નામની ૫૫ વર્ષીય મહિલા તેના જ ગામમાં આવેલા કુવામાં પડી ગઈ હતી ઘટનાની જાણ થતા પરિવારજનો તેમને મોરબી સિવિલ હોસ્પીટલમાં લાવ્યા હતાફરજ પરના તબીબે મહિલાને મૃત જાહેર કર્યો હતો જે બાદ પોલીસે મોરબી તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મહિલાના પરિવારજનોના નિવેદન નોધી મહિલાએ આપઘાત કર્યો કે આકસ્મિક મોત થયું તે અંગે તપાસ હાથ ધરી હતી બીજી તરફ મોરબીના પીપળી ગામમાં આવેલી શ્યામ પાર્ક સોસાયટીના ઉમા પાર્કમાં રહેતા રવી દલસુખભાઈ સીનોચીયા નામના યુવાને તેના જ ઘરમાં ફાસો લગાવી આપઘાત કરી લીધો હતો .બનાવ અંગે પોલીસે નોધ કરી યુવકના આપઘાતનું કારણ જાણવા તજવીજ હાથ ધરી હતી.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.