તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:અન્ય જિલ્લાના લોકોને શહેર બહાર ક્વોરન્ટાઇન કરવા જોઇએ

મોરબી10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નગરપાલિકા પ્રમુખે કર્યું કલેક્ટરને પત્ર પાઠવીને સૂચન

અન્ય જિલ્લામાંથી મોરબી જિલ્લામાં પ્રવેશતા પ્રવાસીઓને મોરબી શહેરમાં તુરંત પ્રવેશ ન આપતા શહેરની બહાર જ સરકારી નિયમો પ્રમાણે ક્વોરેન્ટાઇન કરવામાં આવે તેવી સુવિધા ઉભી કરવા નગરપાલિકાના પ્રમુખે સૂચન કર્યું છે.

આરોગ્ય વિભાગનું ગ્રીન સિગ્નલ મળ્યા બાદ જ પ્રવાસીઓને મોરબી શહેરની હદમાં પ્રવેશ
મોરબી જિલ્લામાં વધુ સાવચેતી રાખવાના પગલાં ભરવાના ભાગરૂપે હાલની વ્યવસ્થામાં પરિવર્તન કરવાનું સૂચન મોરબી પાલિકાના પ્રમુખ કેતન વિલપરાએ સબંધિત તંત્રને કર્યું છે. જે મુજબ અન્ય જિલ્લામાંથી મોરબીમાં પ્રવેશતા પ્રવાસીઓને શહેરની બહાર, જેમકે શનાળારોડ પટેલવાડી, હળવદરોડ પર આઈટીઆઈ, વાંકાનેર રોડ પર મયુર હોસ્પિટલ જેવા સ્થાનો પર અટકાવી સરકારી ગાઇડલાઇન્સ પ્રમાણે તેઓને ત્યાં જ ક્વોરેન્ટાઇન કરી તેઓનો ટેસ્ટ કરી નિશ્ચિત સમય સુધી ત્યાં જ રાખવા જોઈએ. આરોગ્ય વિભાગનું ગ્રીન સિગ્નલ મળ્યા બાદ જ પ્રવાસીઓને મોરબી શહેરની હદમાં પ્રવેશ આપવામાં આવે તો મોરબી શહેરમાં કોરોનાનો પ્રકોપ રોકવામાં આ વ્યવસ્થા અસરકારક સાબિત થાય એમ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો