તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વતન જવાની વાટ:મોરબીમાં મજૂરોનું વતન તરફ પ્રયાણ યથાવત્, દૈનિક માત્ર 400 લોકોનું ઓનલાઈન રજિસ્ટ્રેશન થતા હાલાકી

મોરબી9 મહિનો પહેલા
  • કૉપી લિંક
વતન જવા રજિસ્ટ્રેશન કરાવવા મજૂરો ઊમટી પડ્યા - Divya Bhaskar
વતન જવા રજિસ્ટ્રેશન કરાવવા મજૂરો ઊમટી પડ્યા
  • કલાકો લાઈનમાં રહ્યા બાદ પણ રજિસ્ટ્રેશન ન થતું હોવાનો મજૂરોનો આક્ષેપ

રોજગારી માટે આવેલા પરપ્રાંતીય મજૂરોનું તેમના વતન તરફ પ્રયાણ ચાલુ છે આજે ઓરિસ્સાના મજુરો માટે આજે એક ટ્રેનમોરબી સ્ટેશન પર બપોરના આવી પહોચી હતી જેમાં ૧૨૦૦ જેટલા મુસાફર તેના વતન જવા રવાના થયા હતા.

હાલની સ્થિતિ પ્રમાણે ઉદ્યોગકાર કોઈ પણ પ્રકારનું દબાણ ન કરે તે જરૂરી
જોકે હજુ પણ યુપી બિહાર રાજસ્થાન સહિતના પરપ્રાંતીય મજૂરો તેમના વતન જવાની રાહ જોઈ રહ્યા છે આજે પણ મહેન્દ્ર નગરગામ નજીક આવેલ પોલીટેકનીક કોલેજ ખાતે શરુ કરવામાં આવેલા ઓનલાઈન રજીસ્ટ્રેશન સેન્ટર ખાતે વહેલી સવારથી મજૂરો આવી પહોચ્યા હતા જોકે કમ્પ્યુટર સીસ્ટમ ઓછી હોવાના  કારણે માત્ર ૪૦૦ મજૂરોનું જ રજીસ્ટ્રેશન થઈ શક્યું હતું. મજુરોએ આક્ષેપ કર્યો હતો કે કલાકો સુધી લાઈનમાં રહેવા છતાં તેમનું રજીસ્ટ્રેશન થતું ન હોવાથી ભારે હાલાકી પડી રહી છે કેટલાક મજુરોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે અમુક સિરામિક ફેક્ટરીના માલિક તમામ મજૂરો જતા રહેશે તો આગામી સમયમાં કદાચ ફેક્ટરી શરુ કરવાની થાય તો મજુર વિના ફેક્ટરી શરુ નહી થાય તેવા ભયના કારણે  ખુબ ઓછા લોકોના નામ જાણી જોઈ ઓછા મોકલે છે જેના કારણે તેમનું રજીસ્ટ્રેશન થતું નથી. જે પણ મજુર તેમના વતન જવા માંગતા હોય તેઓને કોઈ પણ મુશ્કેલી વિના તેમના વતન જવામાં આવે હાલની સ્થિતિ પ્રમાણે ઉદ્યોગકાર કોઈ પણ પ્રકારનું દબાણ ન કરે તે જરૂરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ભાગ્યના નક્ષત્રો પ્રબળ થઇને તમારા અટવાયેલાં કાર્યોને ગતિ પ્રદાન કરે છે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ઉપર ધ્યાન આપો. તેમની સલાહ તથા આશીર્વાદ તમારા માટે વરદાન સાબિત થશે. યોગ્ય સમયનો ભર...

વધુ વાંચો