તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બાયપાસની ચાલી રહેલી ફોરટ્રેક રસ્તાની કામગીરીમાં અણઘડ આયોજનને લઈને વોર્ડ નંબર 11ની આશરે 15 જેટલી સોસાયટીઓની મુખ્ય ભૂગર્ભ ગટરની લાઈનો આ રોડ હેઠળ દબાઈ જતા હાલ ચારે તરફ ગંદકી ઉભરાઈ રહી હોય ભારે રોગચાળાનો ભય મંડરાઈ રહ્યો છે. વોર્ડ નંબર 11ના કાઉન્સિલરે ઉપર મુજબની રજુઆત કાર્યપાલક ઈજનેર, ગટર અને પાણી પુરવઠા વિભાગને કરી છે.
આયોજનના અભાવે ઘણી જગ્યાઓ પર ભૂગર્ભ ગટરના મેઈન હોલ રસ્તા વચ્ચે આવી જતા તૂટી ગયા
રાજકોટ મોરબી હાઈવેની હાલ ફોરલેનની કામગીરી ચાલી રહી છે. જોકે આ કામમાં કૉન્ટ્રકટરની લાલીયાવડી સામે લોકોમાં આક્રોશ જોવા મળી રહયો છે. મળતી માહીતી મુજબ બાયપાસની ચાલી રહેલી ફોરટ્રેક કામગીરીમાં અણઘડ અયોજનને લઈને આસપાસની આશરે 15 જેટલી સોસાયટીઓ ભૂગર્ભ ગટરની મેઈન લાઈન આ રોડ હેઠળ દબાઈ ગઈ છે. જેને કારણે હાલ ચોકઅપ થઈ ગયેલી લાઈનનું રીપેરીંગ થઈ શકતું નથી. આયોજનના અભાવે ઘણી જગ્યાઓ પર ભૂગર્ભ ગટરના મેઈન હોલ રસ્તા વચ્ચે આવી જતા તૂટી ગયા છે. આવા સંજોગોમાં આ વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે.
વોર્ડ 11 નાં કાઉન્સિલરની વહેલી તકે હાઈવેનું કામ કરનાર કોન્ટ્રાક્ટર પાસે નવી નાંખવવા માંગ
હાલ ચાલી રહેલી કોરોનાની મહામારી વચ્ચે રોગચાળાનો ભય તો છે જ એ ઉપરાંત આ ગંદકીને લઈને સ્થાનિકોનું આરોગ્ય પણ જોખમાયું છે ત્યારે વિજિલન્સ દ્વારા આ આયોજન કોના કહેવાથી અને કોના માર્ગદર્શન હેઠળ થયું છે તેની તપાસની માંગ સહિતની લેખિત રજુઆત વોર્ડ 11નાં મહિલા કાઉન્સિલર કુસુમબેન પરમારે પાણી પુરવઠા વિભાગનાં કાર્યપાલક ઈજનેર ને કરી છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.