તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મોરબી જિલ્લામાં સિરામિક ઉદ્યોગ, પેપર મિલ, કન્સ્ટ્રકશન સાઇટ તેમજ ખેત મજૂરો મળી સહિત વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા કામદારોની સંખ્યા 1,25 લાખ કરતા પણ વધુ છે. કોરોના મહામારીનાં કારણે બેરોજગાર બનેલા આ શ્રમિકોને તેમના વતનમાં જવા માટે સિરામિક ઉદ્યોગ દ્વારા કરાયેલી રજૂઆતના પગલે વહીવટી તંત્ર દ્વારા ટ્રેનોની માંગણી કરાઇ હતી. જેમાંથી ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને મધ્યપ્રદેશની સાત ટ્રેનો મજૂરો સાથે રવાના થઇ છે.
એક જ દિવસમાં ચાલતું કોલ સેન્ટર બંધ કરી દેવામાં આવ્યું હતું.
પરંતુ હજુ પણ બાકીના 20 હજાર કરતા વધારે જેટલા મજૂરોને વતન જવા માટે રજીસ્ટ્રેશન કરાવવા આમથી તેમ દોડવું પડે છે. પહેલા વહીવટી તંત્ર દ્વારા શ્રમિકો માટે આરોગ્ય તપાસ અને ઓનલાઈન અરજી કરવાનો ફતવો બહાર પડાયો હતો. અભણ કે અર્ધશિક્ષિત શ્રમિકો ઓનલાઈન અરજી ન કરી શકે તે માટે સામાજિક સંસ્થાઓ મદદે આવી હતી. જિલ્લા કલેક્ટર દ્વારા યંગ ઇન્ડિયા ગ્રુપ, યુવા આર્મી ગ્રુપ અને ઇન્ડિયન લાયન્સ ક્લબના સાત હેલ્પ લાઇન નંબરો જાહેર કરવામાં આવ્યા હતા. આ સંસ્થાઓ કામદારોને તેમના વતન જવા માટે અરજી કરવામાં મદદરુપ થતી હતી. ત્યારબાદ રવિવારે સીરામીક એસોસીએશન દ્વારા તમામ પરપ્રાંતીય મજૂરોનું રજીસ્ટ્રેશન અને રેલવે ભાડુ લેવાનું વહીવટી તંત્રના આદેશથી શરૂ કરાયું હતું. માત્ર સિરામિક એસોસીએશન ઓફિસ ખાતે એક જ દિવસમાં ચાલતું કોલ સેન્ટર બંધ કરી દેવામાં આવ્યું હતું. અને આજે બપોરથી અચાનક મહેન્દ્રનગર આઇટીઆઇ ખાતે સામાજિક સંસ્થાઓના સહયોગથી કોલ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આ અંગે વહીવટી તંત્ર દ્વારા કોઈ જ જાહેરાત કરવામાં આવી નથી. માત્ર સિરામિક એસોસીએશન દ્વારા જાહેરાત કરવામાં આવી છે. મજૂરોને તેમના વતનમાં જવા માટેનું ભાડું તેમના સુપરવાઇઝર અથવા ઉદ્યોગ માલિક ચૂકવે છે. તેમને ભોજન અને પાણીની વ્યવસ્થા પણ સેવાકીય સંસ્થાઓ કરે છે. હવે રજીસ્ટ્રેશન અને ભાડુ કરાવવાનું પણ સામાજિક સંસ્થાઓના ખભે નાખી દેવાનું છે. ત્યારે વહિવટી તંત્ર દ્વારા શું જવાબદારી લેવાશે? છે તે સવાલ ઉઠી રહ્યો છે.
દરરોજ માત્ર 2000 મજૂરોનું રજિસ્ટ્રેશન થશે
સિરામીક એસોસીએશન દ્વારા આ કામગીરી માટે 35 પ્રોફેશનલની ટીમ સાથે હાથ ધરવામાં આવી હતી. પરંતુ ત્યાં ખૂબ જ ભીડ જમા થતી હોવાથી સેન્ટર બદલવામાં આવ્યું છે. હાલમાં મોરબીમાંથી 8500 જેટલા કામદારોને ટ્રેન મારફતે અને 1200 જેટલાને બસ મારફતે વતન રવાના કરાયા છે.હજારોની સંખ્યામાં મજૂરો તંત્રની આવી ઢીલી નીતિના કારણે પોતાની રીતે ભાડાનાં ખર્ચ કરી વાહનોની વ્યવસ્થા કરી નીકળી ગયા હજુ પણ જિલ્લામાં હજુ પણ હજારોની સંખ્યામાં જેટલા કામદારો વતન જવાની રાહમાં છે. ત્યારે આ સેન્ટર પર પહેલે દિવસે માત્ર 1000 જ રજિસ્ટ્રેશન થઈ શક્યું હતું. જે હવે 2000 હજાર થઈ શકે તેવી આશા છે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.