તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:મોરબીમાં દારૂની હોમ ડિલિવરી કરાતી હોવાનો ફોટો વહેતો થયો

મોરબી10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દારૂ મેળવવા માટેનો કોન્ટેક્ટ નંબર પણ અપાયો છે

ઘરે બેઠા વિદેશી દારૂ મેળવવા અંગેનો ફોટો સોશ્યલ મીડિયામાં જાહેર થયો  છે. વાઇન શોપ નામના એકાઉન્ટ દ્વારા મુકાયેલી આ પોસ્ટમાં કોન્ટેક્ટ નંબર પણ આપવામાં આવ્યો છે. એક તરફ લોકડાઉનના લીધે પાન, ફાકી અને તમાકુના બંધાણીઓની હાલત કફોડી બની છે, દારૂબંધીના લીધે તેનું જાહેર વેચાણ તો આમેય થતું નથી હોતું પરંતુ પ્યાસીઓ કોઇ હજુ સુધી પ્યાસા રહ્યા નથી. અને જોઇએ તેટલો મળી રહેતો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. ત્યારે આ પોસ્ટએ શહેરમાં નવી ચર્ચા જગાવી છે.

સાયબર સેલ આ બાબતથી માહિતગાર નહીં હોય તેવું માની લેવાને પણ કોઇ કારણ નથી
ગુજરાતમાં તો દારૂબંધી છે. તેમ છતાં મોટા પ્રમાણમાં દારૂ વેચાય છે. મોરબીમાં હાલ એક ફોટોએ સોશ્યલ મીડિયામાં ધૂમ મચાવી છે. જેમાં મોરબીના રવાપર રોડ તથા સરદારનગર નામના બે વિસ્તારોના નામ લખી ઘરે બેઠા દારૂ પહોંચાડવાની જાહેરાત કરવામાં આવી છે. તેમાં 9675501342 નામનો મોબાઈલ નંબર પણ અપાયો છે. અને વિદેશી દારૂની બોટલોનો ફોટો મુકવામાં આવ્યો છે. ત્યારે આ સાચું છે કે માત્ર કોઈએ ટીબળ કરી છે તે તપાસનો વિષય છે. જોકે સાયબર સેલ આ બાબતથી માહિતગાર નહીં હોય તેવું માની લેવાને પણ કોઇ કારણ નથી.

ફોન કરતાં રિસીવ પણ થાય છે
પોસ્ટમાં મુકાયેલા નંબર પણ ફોન કરતા તે ફોન રીસીવ થાય છે. અને વાત કરનાર શખ્સ હિન્દી ભાષામાં વાત કરે છે. તેમજ ઘરે દારૂ આપવા આવીએ ત્યારે પૈસા આપવાનું જણાવે છે. તેમજ ગ્રાહકોએ પોતાનું એડ્રેસ વોટ્સએપ પર મોકલવાનું કહે છે. જેને લઇને આ કોઈ ફ્રોડ અથવા ચીટર હોય તેવી શક્યતાઓ વધુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો