તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઇફેક્ટ:વિદેશથી આવેલા 17 છાત્રને ફેસિલિટી ક્વોરન્ટાઇન કરાયા

મોરબી9 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ફિલિપાઇન્સ અને USAથી આવેલા મોટાભાગના છાત્રો મેડિકલના
 • કચ્છ, જામનગર અને રાજકોટના છાત્રોને શાળામાં રખાયા

જિલ્લાના વતની અને વિદેશમાં અભ્યાસ કરતા એવા 17 છાત્રોને કેન્દ્ર સરકારનાં મિશન વન્દે માતરમ અંતર્ગત દેશમાં પરત લાવવામાં આવ્યા છે. અને આ તમામ છાત્રો એ મોરબીમાં ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. આ તમામ છાત્રોને આદર્શ નિવાસી શાળામાં રાખવામાં આવ્યા છે. 

આ વિદ્યાર્થીઓ હવે કેવી રીતે રહેવાનું પસંદ કરે છે તે જોવાનું રહે
સરકારના આદેશ પ્રમાણે જે વિદ્યાર્થીઓ વિદેશથી પોતાના વતન આવી રહ્યા છે. તેઓને નજીકના જિલ્લામાં ક્વોરોન્ટાઇન ફેસેલિટીમાં રાખવામાં આવી રહ્યા છે. જે મુજબ કચ્છ, સુરેન્દ્રનગર, જામનગર અને રાજકોટના 17 છાત્રને આદર્શ નિવાસી શાળામાં રાખવામાં ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જેમાં 14 ફિલિપાઈન્સના મનીલામાં અભ્યાસ કરતા હતા. જ્યારે 3 યુએસએના ન્યુયોર્કમાં અભ્યાસ કરતા હતા. આ છાત્રોમાં 6 વિદ્યાર્થીઓ છે. જ્યારે 8 વિદ્યાર્થીનીઓ છે.આ વિદ્યાર્થીઓમાં મોટાભાગના મેડીકલના વિદ્યાર્થીઓ છે. ઉલ્લેખનીય છે કે વિદેશથી આવેલા લોકો માટે મોરબીમાં ઉચ્ચ બુનિયાદી વિધાલય- જોધપર, જે.પટેલ કન્યા છાત્રાલય 5 ક્વોરોન્ટાઇન ફેસેલિટી સેન્ટર નક્કી કરવામાં આવ્યા છે. જો સરકારી ક્વોરોન્ટાઇન ફેસેલિટીમાં આ વિદ્યાર્થીઓને ન ફાવે તો તેમના માટે પેઈડ ક્વોરોન્ટાઇન સેન્ટર તરીકે ઓક્ટ્રી હોટેલ- જાંબુડિયા અને ગ્રાન્ડ વૈભવ- લખધીરપુર રોડ જાહેર કરવામાં આવ્યા છે. આ વિદ્યાર્થીઓ હવે કેવી રીતે રહેવાનું પસંદ કરે છે તે જોવાનું રહે જોકે તેમણે 14 દિવસ તો સેલ્ફ ક્વોરન્ટાઇન રહેવું જ પડશે અને તંત્ર ત્યા સુધી સામાન્ય લોકોને હળવા-મળવા નહીં જ દે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો