તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોરબી:લોકડાઉન વચ્ચે ટંકારાના ઓટાળા ગામે ડબલ મર્ડર, પરપ્રાંતિય દંપતીની હત્યા

મોરબીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
મધરાતે અજાણ્યા શખ્સઓએ દંપતીની હત્યા કરી ફરાર થઈ ગયા હતા - Divya Bhaskar
મધરાતે અજાણ્યા શખ્સઓએ દંપતીની હત્યા કરી ફરાર થઈ ગયા હતા

ટંકારાઃ હાલ સમગ્ર રાજ્યમાં લોકડાઉનની પરિસ્થિતિ છે. ત્યારે ટંકારા તાલુકાના ઓટાળા ગામે ખેતરમાં વસતા પરપ્રાંતિય મજૂર દંપતીની શનિવારે મધરાતે કોઈ અજાણ્યા શખ્સોએ બેરહેમીથી હત્યા કરી છે. આ બનાવ અંગે રવિવારે સવારે ગામડાના કોઇ વ્યક્તિએ પોલીસને જાણ કરી હતી. જેને લઇને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. હાલ પોલીસે બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યાં હતા. પ્રાથમિક તપાસમાં હત્યા પાછળ ત્રણ લોકો હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે આડા સંબંધમાં હત્યા થઈ હોવાનું પોલીસે જણાવ્યું છે.

મા બાપની હત્યાથી ચાર કુમળા બાળકો નોધારા
ઓટાળાની સીમમાં મધરાતે મજૂર દંપતિની હત્યા થયા બાદ મૃતક મજૂર કારીબેન અને દશરથ વસાવાના ચાર માસુમ બાળકો તેની વહાલસોયી માના મૃતદેહ ફરતે વિંટળાઈને કાળો કલ્પાંત કરતા માને સતત જગાડવા મથતા જોઈ કાયમ કરડાકી દાખવતી પોલીસની આંખો પણ ભીની થઈ ગઈ હતી અને મહિલા પોલીસે ચારેય બાળકોને સાચવ્યા હતા.

(તસવીર અને અહેવાલ - મીત ત્રિવેદી, ટંકારા)

અન્ય સમાચારો પણ છે...