તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નગરપાલિકા:મોરબીના આવાસ યોજના નજીક ઘુતારી નાળાની સફાઈ કરવા માંગ

મોરબી10 મહિનો પહેલા
 • કૉપી લિંક

મોરબી નગરપાલિકા વિસ્તારમાં કંડલા બાયપાસ રોડ ઉપર દલવાડી સર્કલ પાસે પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટી તૈયાર કરવામાં આવેલ છે. જેમાં કુલ 680 આવાસમાં લોકો રહે છે.આ સોસાયટીની વચ્ચેથી ધુતારીનું નાલુ નામે જાણીતું નાલુ પસાર થઈને નિકળે છે. જે મચ્છુ નદીમાં ભળે છે. જેમાં તંત્ર દ્વારા યોગ્ય સફાઇ કરાતી નથી. જેથી સતત પાણીનો ભરાવો રહે છે. જેના કારણે સોસાયટીમાં મચ્છરનો સતત ઉપદ્રવ રહે છે. તેમજ ગત વર્ષ આ નાલાના કારણે સોસાયટીના ઘરોમાં બે થી ત્રણ ફુટ જેટલું પાણી ભરાઇ ગયું હતું.

પાણીના જાવકની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી સોસાયટીના કમ્પાઉન્ડ વોલની દિવાલ પડી ગઈ હતી. જો કે ત્યારે એટલા પરિવારો રહેતા ન હોવાથી જાનહાનિ ટળી હતી. પણ હવે સોસાયટીમાં 100 પરિવાર રહે છે. જેથી નાલુ સાફ-સફાઈ કરાવી પાણીની જાવક ચાલું કરવી જરૂરી હોઇ યોગ્ય કાર્યવાહી કરી ઉપરોક્ત નાલાની યોગ્ય સફાઇ માટે જવાબદાર તંત્રને તાત્કાલિકના ધોરણે સુચના આપવા કલેક્ટરને રજુઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો