તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મોરબી જિલ્લાના હળવદ પોલીસ મથકમાં ફરજ બજાવતા પીઆઇ ખાંભલા મંગળવારે રાત્રે સરા હળવદ ચોકડી વચ્ચે નાઈટ ડ્યુટી પર હતા તે દરમિયાન કારમાં આવેલા ભાજપનાં કાર્યકર અને આગેવાન તેની કાર સાથે ધસી આવ્યા હતા અને પીઆઇ ખાંભલા અને સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ભાજપનાં કાર્યકર તેની કાર લઈ ધસી આવ્યા હતા અને પીઆઇ ખાંભલા પર ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો. જેથી પીઆઇ સ્થળ પર પડી ગયા હતા. સદનસીબે તેમને કોઈ ઇજા પહોચી ન હતી. આ સમગ્ર ઘટના બાદ પોલીસે પીઆઇ પર કાર ચડાવવાનો પ્રયાસ કરનાર ભાજ્પ કાર્યકર વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
ઘટના બાદમાં કાર લઈને ભાજપ અગ્રણી ફરાર થઈ ગયા હતા
બનાવની મળતી માહિતી મુજબ હળવદ પોલીસ મથકના પીઆઇ સંદીપ ખાંભલા સહિતનો સ્ટાફ હળવદની સરા ચોકડી પાસે નાઈટ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન કડીયાણા ગામના અને ભાજપ અગ્રણી અશોકસિંહ જાડેજા ત્યાંથી પોતાની કાર લઈને ધસી આવ્યા હતા. અને ફરજમાં રહેલા પીઆઇ ઉપર પોતાની કાર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. ઘટના બાદમાં કાર લઈને ભાજપ અગ્રણી ફરાર થઈ ગયા હતા. આથી હળવદ પોલીસ મથકના પીઆઈએ તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે બે દિવસ પહેલા ભાજપના કાર્યકર રવજીભાઈ દલવાડીને પોલીસે સાથે માથાકૂટ થઈ હોય જેનો ખાર રાખી આરોપીએ પોલીસ કર્મચારીઓ સાથે ગેરવર્તન કરી તમે હળવદ પોલીસ મથકમાં નોકરી કરો છો ને હું તમને જોઈ લઈશ તેવી ધમકી આપી ધક્કો મારી પાડી દઈ પોલીસની ફરજમાં રૂકાવટ કરીને આરોપી અશોકસિંહએ પોતાની કારને સ્પીડમાં ચલાવી ફરજમાં રહેલા પોલીસ સ્ટાફ ઉપર મારી નાખવાના ઇરાદે ચડાવી લેવાનો પ્રયાસ કરીને નાસી છૂટ્યા હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું. હળવદ પોલીસે ભાજપ અગ્રણી અશોકસિંહ સામે હત્યાની કોશિશ કર્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પંથકમાં વધુ એક બનાવ પોલીસ અને ભાજપના કાર્યકર વચ્ચે બન્યો હતો
અત્રે ઉલ્લેખનીય છે કે હળવદમાં લોકડાઉન સમયથી પોલીસ અને સ્થાનિક આગેવાનો વચ્ચે જાણે શીત યુદ્ધ ચાલતું હોય તેમ અગાઉ એક ગામમાં યુવાનોના બાઈક ડિટેઇન કરવા મુદે ભાજપના અગ્રણીઓ પોલીસ સ્ટેશન ખાતે દોડી ગયા હતા. અને ભારે ઉધામો મચાવ્યો હતો. ત્યારે પંથકમાં વધુ એક બનાવ પોલીસ અને ભાજપના કાર્યકર વચ્ચે બન્યો હતો. બે દિવસ પહેલા ફરી એક ભાજપ કાર્યકરને પોલીસ સાથે માંથાકૂટ સામે આવી હતી. જેમાં પોલીસની ફરજમાં રૂકાવટ કર્યાનું સામે આવ્યું છે. એક તરફ દેશના પીએમ કોરોના વોરીયર્સનું સન્માન જાળવવાની વાત કરી રહ્યા છે ત્યારે તેમની જ પાર્ટીના કાર્યકર અને આગેવાનો પોલીસ સાથે માથાકૂટ કરે કે તેમના પર હુમલા કરે તેવી શરમ જનક ઘટના સામે આવી રહી છે.
ભાજપના કાર્યકરની ભલામણ લઇને કાર્યકર મારી પાસે આવ્યા હતા અને મને ગાળો ભાંડી ધક્કો માર્યો હતો
હળવદ પોલીસ સ્ટેશનના પી આઈ સંદીપભાઈ ખાંભલાએ જણાવ્યું હતું કે કડીયાણાવાળા અશોકસિંહ ભાજપના ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયાની કાર્યાલય સંભાળતા રવજીભાઈ દલવાડી અશોકસિહ પાસેથી ભલામણ લઇ આવ્યા હતા અને ગાળો બોલવા લાગ્યા અને મને ધક્કો મારી પાડી દીધો હતો. ફરજ પર રૂકાવટ કરી મારી નાખવાની ધમકી આપી અને મારા સ્ટાફના માણસોને કાર ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો.
ભાજપના આગેવાન અને પોલીસ વચ્ચે રાત્રે માથાકૂટ થતાં મામલો ઉગ્ર બન્યો
સરા ચોકડી ખાતે રાત્રે ટંકારાથી મંજુરનું વાહન નિકળતા ત્યારે હળવદ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલે રોકીને તપાસ કરતાં હતા ત્યારે ભાજપ કાર્યાલય સંભળતા ધારાસભ્યના નજીકના રવજીભાઈ દલવાડી પોલીસ વચ્ચે માથાકૂટ કરતાં મામલો બીચકયો હતો.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.