તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:મોરબી જિલ્લાના વાંકાનેરથી 7 પરપ્રાંતિય યુવકો સાઇકલ પર 300 કિલોમીટર કાપીને 3 દિવસે ભુખ્યા પેટે ભીલડી પહોંચ્યા

ભીલડી10 મહિનો પહેલા
 • કૉપી લિંક

મોરબી જિલ્લાના વાંકાનેરમાં છેલ્લા કેટલાક માસથી સીરામીક ફેક્ટરીમાં કામ કરતા હતા.લોકડાઉનમાં ધંધા-રોજગાર બંધ હોવાથી વતન જવા માટે ભાડું ન હોવાથી વતનમાંથી Paytm દ્વારા પૈસા મંગાવીને 7 નવી સાઇકલો વાંકાનેરથી ખરીદી અને 12 તારીખે વાંકાનેરથી નીકળી રોડ-રસ્તે છુપાઇ-છુપાઇને ભૂખ્યા પેટે 300 કિલોમીટર કાપીને 3  દિવસે ભીલડી પહોંચ્યા હતા. દરમિયાન ભીલડી પીએસઆઈ એસ.વી.આહીરએ પેટ્રોલિંગમાં હતા. પુછપરછ કરતા તેઓ વાંકાનેરથી સુરજાવલી,બુલંદ શહેર,  યુ.પી જવા માટે નીકળ્યા હતા.  તેઓને ભીલડી પોલીસ સ્ટેશનમાં લઇ જઇને જમવાની વ્યવસ્થા કરી હતી. નવી ભીલડી સરપંચ મહેશભાઈ મોદી આ શ્રમજીવીકોને પોતાની ખરીદેલી 7 સાઇકલો વેચાતી રાખીને તેમને રૂ. 28000 રોકડા આપી તેમને ભીલડીથી મેડીકલ ચેકઅપ કરાવી ભીલડીથી પાલનપુર બસમાં રવાના કરી ત્યાર બાદ પાલનપુરથી યુ.પી રેલવે ટ્રેનમાં રવાના કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો