તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે ગુજરાત ગૌરવ દિન નિમિત્તે ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને કાવ્ય લેખન સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં ગુજરાતની વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ભાગ લેવા અપીલ કરવામાં આવી હતી. આ આપીલને વિદ્યાર્થીઓએ પોતાની કૃતિ પોતે જે જિલ્લામાં અભ્યાસ કરતાં હોય તે જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને નિયત કરેલ ઈ-મેઈલ એડ્રેસ પર મોકલી આપવાની હતી.૧૦મી મે સુધી યોજાયેલી આ સ્પર્ધામાં પ્રાથમિક વિભાગમાં ચિત્રસ્પર્ધાની ૭૦૪૬૪, નિબંધ સ્પર્ધાની ૩૮૦૩૭ અને કાવ્ય લેખનની ૧૫૭૩૩ મળીને કુલ ૧,૨૪,૫૩૪ કૃતિઓ મળી છે.
વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઇ પોતાની ક્રિએટીવિટીના દર્શન કરાવ્યા
જ્યારે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં ચિત્ર સ્પર્ધાની ૪૨૦૯૦ , નિબંધ સ્પર્ધાની ૩૧૭૪૧ અને કાવ્ય લેખનની ૧૦૯૧૪ મળીને કુલ ૮૪૭૪૫ કૃતિઓ પ્રાપ્ત થયેલ છે. આમ, પ્રાથમિક અને માધ્યમિક વિભાગમાંથી કુલ ૨,૦૯,૨૭૯ જેટલી કૃતિઓ પ્રાપ્ત થયેલ છે. આ કૃતિઓની જિલ્લા કક્ષાએ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન મારફતે ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે. બંને વિભાગોમાં જિલ્લા કક્ષાએ દરેક સ્પર્ધામાં પ્રથમ આવનાર વિદ્યાર્થીને રૂ.૧૫,૦૦૦, બીજા નંબરે આવનાર વિદ્યાર્થીને રૂ.૧૧,૦૦૦ અને ત્રીજા નંબરે આવનાર વિદ્યાર્થીને રૂ. ૫,૦૦૦નું પારિતોષિક આપવામાં આવશે તેમ શિક્ષણ વિભાગે જણાવ્યુ હતું.લોકડાઉનની પરિસ્થિતિમાં પણ ગુજરાતના વિદ્યાર્થીઓએ ગુજરાત ગૌરવ દિનની કરેલી ઉત્સાહભેર ઉજવણી માટે શિક્ષણ વિભાગના તમામ અધિકારીઓ કર્મચારીઓ અને તમામ વિદ્યાર્થીઓને વિશાળ સંખ્યામાં ભાગ લેવા બદલ મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા. માર્ચની શરૂઆતથી જ શૈક્ષણિક કાર્ય મોટાભાગે બંધ જ રહ્યું છે અને પરિક્ષાઓ પણ અમુક જ લેવાઇ છે ત્યારે લોકડાઉનના સમયનો સદુપયોગ કરવા તેમજ વિદ્યાર્થીઓને ક્રિએટીવ બનાવી રાખવા ગુજરાત ગૌરવ દિન નિમિતે ખાસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઇ પોતાની ક્રિએટીવિટીના દર્શન કરાવ્યા હતા.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.