તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદન:લોધિકા તાલુકાના સરપંચોની રાશનકાર્ડ મુદ્દે રજૂઆત

લોધિકાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

લોધીકા તાલુકાના સરપંચ સંગઠન દ્વારાતાલુકા પંચાયતમા બધા ગામના સરપંચ એ મળીને તાલુકા ના ગામડાની સમસ્યાની લેખીતમાં ટી.ડી.ઓ તેમજ મામલતદારને રજૂઆત કરી હતી કે તાલુકાના ગામડાના લોકોના રાશનકાર્ડ જે બંધ થઈ ગયેલ છે તેમને ફરી ચાલુ કરી આપે જેથી કરીને જરૂરીયાત મંદ લોકોને તાત્કાલિક ધોરણે અનાજ મળી રહે, સરકારી કામગીરીમા ગરીબ માણસને ઝેરોક્ષ, સોગંદનામું, આવકના દાખલા બધું લેવામાં પાંચસો થી એક હજાર રૂપિયા જેવોખચૅ લેગી જાય છે આ ખર્ચ સામાન્ય માણસ ને ન પરવડે, તો આ મુદે યોગ્ય કરવા,તેમજ વિધવા સહાય માટે બહેનોને બહુ તકલીફ પડે છે તેમાં યોગ્ય નિર્ણય લેવા તેમજ લોધીકા તાલુકાના અડધા ઉપરના ગામો રૂડામા આવે છે તેમને કોઈ જાતની સુવિધા મળતી નથી તેમજ છેલ્લા દશેક વર્ષથી તાલુકાના ગામ ના લોકો ને સો ચોરસ વાર કે પચાસ ચોરસ વારના મફત પ્લોટો મળેલ નથી, આથી તેમને પ્લોટની ફાળવણી કરવાની માગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...