માગણી:લોધિકાના વીજપોલ રિપેરિંગ સહિતના પ્રશ્ને મામલતદારને કિસાન સંઘની રજૂઆત

લોધિકાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રસ્તા રિપેર કરી ખેડૂતોને સહાય તાકીદે ચૂકવવાની માગણી

લોધીકા તાલુકામાં ભારતીય કિસાન સંઘ દ્વારા અતિવૃષ્ટિના કારણે થયેલા નુકસાનનો સરવે કરાવી તાકીદે સહાય આપવા, રસ્તાઓ રીપેર કરાવવા અને તૂટી ગયેલા વીજપોલ ફરી મરામત કરી દેવા અંગે મામલતદારને ભારતીય કિસાન સંઘના પ્રમુખ પાંભર હરેશભાઈ ઉપપ્રમુખ ડાયાભાઈ ઘાડિયા દ્વારા આવેદન પત્ર પાઠવવામા આવ્યું હતું.

આવેદનમાં જણાવાયું હતું કે અતિવૃષ્ટિના કારણે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે . ખેડૂતોના ઉભા પાકમાં તેમજ બંધપારામા ખેતરો ધોવાયેલા છે જેથી લોધિકા તાલુકાના ભારતીય કિસાન સંઘના પ્રમુખ હરેશભાઈ પાંભર, ઉપપ્રમુખ ડાયા ભાઈઘાડીયા . વિનુભાઈ ઘિયાળ,ધીરુભાઈ વાડોદરીયા,નિલેષભાઈ ,શૈલેષભાઈ,રાજુભાઈ,ભરતભાઈ ,ભરતભાઈએ રજૂઆત કરી છે જેમાં લોધિકા તાલુકાના તમામ ગામોમાં તાત્કાલિક ધોરણ સર્વે કરવા તેમજ જી.ઈ બી ના પોલ તાત્કાલિક ધોરણ રીપેર કરવા તેમજ સર્વે કરી ખેડૂતોને વહેલા તે સહાય તેમજ રોડ રસ્તા ચેક ડેમ તુટેલા હોય જે બાબતે પૂરતુ ધ્યાન દોરવામાં આવે અને યોગ્ય કાર્યવાહી કરવામા આવે એવી અરજ કરી છે.

સાથોસાથ ઉમેરાયું હતું કે લોધીકડી (ચેક)ડેમ તૂટતા કોઠા પીપળીયા ગામમાં પાણી ફરી વળ્યું છે અને ખેતી પાકનું ધોવાણ થયું છે. ઉપરાંત નિચાણવાળા વિસ્તારમા ગરીબના ઘરોમા 5 થી 6 ફુટ પાણી ભરાયા હતા. આથી ફોફળ નદી ઉપર આવેલા પુલ રીસરવે કરવામા આવે અને કોઠાપીપળીયાના ખેડૂતો નિચાણવાળા વિસ્તારમા રહેતા ખેડૂતોને ન્યાય અપાવવા માગણી કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...