તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અરજદારોને ધક્કા:લોધિકાની કચેરીમાં કનેક્ટિવિટીના ધાંધિયા, ઓનલાઇન એન્ટ્રી બંધ

લોધિકા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થીઓ-અરજદારોને વારંવાર થાય છે ધક્કા

લોધિકા મામલતદાર કચેરીમાં ઇન્ટરનેટની કનેક્ટિવિટી બંધ થઈ જતા લોકો વારંવાર પરેશાન થઈ રહ્યા છે. કોઇ પણ કામ એક ધક્કે પુરું થાતું જ નથી.

તાલુકાના સામાજિક અગ્રણી ગૌરવ હંસોરાએ આવેદનમાં જણાવેલ કે મામલતદાર કચેરીમાં ઓનલાઈન એન્ટ્રીમાં વારંવાર કનેક્ટિવિટી બંધ થઈ જતા ગ્રાહકો યુવાનો વિદ્યાર્થીઓને મોટી મુશ્કેલી ભોગવવી પડે છે. આ બાબતે મામલતદારને અગાઉ રજૂઆતો કરી હતી પરંતુ તેઓ લોકોની ફરિયાદ સાંભળતા નથી તેમજ ઓનલાઇન કનેક્ટિવિટી બંધ થઈ જાય છે ત્યારે કચેરીના જે તે વિભાગને લેખિતમાં ફરિયાદ નથી કરતા જેના કારણે લોધિકામાંથી આવતા વિદ્યાર્થીઓ કે જેમના ઓનલાઇન એડમિશન લેવા માટે તાત્કાલિક દાખલાની જરૂર પડતી હોય છે તેમજ બક્ષીપંચના દાખલાની જરૂર પડતી હોય છે તેમજ આવકના દાખલાની જરૂર પડતી હોય છે, તેમને મુશ્કેલીઓ થાય છે. આવા સમયમાં મામલતદાર કચેરી દ્વારા પણ યોગ્ય ગ્રાહકોને જવાબ આપવામાં આવતો નથી અને જ્યારે મામલતદારને મળવાની વાત કરી છે તો મુલાકાત પણ આપતા નથી.

આથી લોધિકા મામલતદાર કચેરીમાં તાત્કાલિક કનેક્ટિવિટી દરરોજ યોગ્ય સમયમાં વ્યવસ્થિત રહે તે પ્રકારે પગલાં લેવામાં આવે અને વ્યવસ્થા કરવામાં આવે તેવી માગણી ગૌરવ હંસોરા, સંજયભાઈ સનુરા, જીતેન્દ્ર સિંહ જાડેજા, નિમેષભાઈ હંસોરાએ કરી છે.

અન્ય સમાચારો પણ છે...