ગ્રાહકોમાં રોષ:લોધિકા એસબીઆઇમાં સ્ટાફની અછત, અરજદારોના કામ પૂરા ન થતાં હોવાની ફરિયાદ

લોધિકા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખાતેદારોએ અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં કોઇ કાર્યવાહી ન થતાં ભારે રોષ

લોધિકાની એસ.બી.આઈ બેંકમાં લાંબા સમયથી સ્ટાફની અછત વર્તાય છે ગ્રાહકોની રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહી થતા બેંક ગ્રાહકોમાં રોષની લાગણી વ્યાપી ગઇ છે.

સામાજિક કાર્યકર અશોકભાઈ વસોયા, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ વિનુભાઇ ઘેટીયા, ગૌરવ હંસોરા ચંદુભાઈ વસોયાએ સબંધિત તંત્રને રજૂઆતમાં જણાવ્યું છે કે લોધીકા સહિત આજુબાજુના 38 ગામોના બેંક ગ્રાહકોનો વ્યવહાર જે બેંકમાં થાય છે તેવી તાલુકા કક્ષાની એકમાત્ર રાષ્ટ્રીયકૃત બેંક લોધીકાની એસ.બી.આઇ બેંકમા સ્ટાફની અછત છે. આ બેંકમાં આઠ હજારથી વધુ ખાતા આવેલા છે.

અછતના પગલે ગામડામાંથી બેંક કામકાજે આવતા લોકોની લાંબી લાઈનો જોવા મળે છે તાલુકા કક્ષાના ગામોમાં સૌથી મોટી બેંક હોવા છતાં અહીં પૂરતો સ્ટાફ ફાળવાતો નથી. ઘટના કારણે પાક ધિરાણ, ફેરફાર, બદલીની સીઝન હોય બેંકમાં ભારે ભીડ રહે છે. સમયસર કામ થતાં ન હોવાના કારણે ઘણા ખાતેદારો તો એસ બી.આઇ.માંથી ખાતા અન્ય બેંકમાં ટ્રાન્સફર કરવા વિચારી રહ્યા છે.

ATM પણ ક્યારેક જ ચાલતું હોય !
વધુમાં બેંકનું એ.ટી.એમ અવાર-નવાર બંધ પડી જાય છે. રાત્રિના લોકોને પૈસાની જરૂરિયાત હોય મશીન બંધ હોય મુશ્કેલી ભોગવવી પડે છે. તેવી જ રીતે પાસબુક એન્ટ્રી મશીન ઘણી વખત બંધ પડ્યું હોય છે ત્યારે બેંકમાં રજુઆત કરવા છતાં ગ્રાહકોને સંતોષકારક જવાબ મળતો નથી. આથી બેંકમાં પૂરતા સ્ટાફ માટે કામગીરી વ્યવસ્થિત ધોરણે ચાલે તેવી માગણી છે.

અન્ય સમાચારો પણ છે...