રાજકોટ:મોટા માંડવાના સરપંચે વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યાનો સ્યૂસાઇડ નોટમાં ઉલ્લેખ

કોટડાસાંગાણી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આર્થિક સંકડામણને લીધે સતત ચિંતાગ્રસ્ત રહેતા હોવાની પરિવારજનોની કેફિયત

મોટા માંડવા ગામના સરપંચે સૌ પ્રથમ કોઈ કારણોસર ઝેરી દવા પી આત્મહત્યા કરી લેવાનુ સામે આવ્યુ હતુ. જેથી નાના એવા ગામમા ભારે ચકચાર મચી જવા પામી હતી પરંતુ ત્યારબાદ સ્યુસાઈડ નોટ મળતા નવો વળાંક સામે.આવ્યો છે. કોટડાસાંગાણીના મોટા માંડવા ગામના સરપંચ અશોક માનસરાએ ઝેરી દવા પી લેતા સારવાર અર્થે ગોંડલની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ તેમનુ ટુંકી સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતુ. મોટા માંડવા ગામના યુવા સરપંચ અશોક લીંબા માનસરાએ ક્યા કારણોસર આત્મહત્યા કરી તે અંગે ચોક્કસ કારણ જાણવા પર પોલીસ ફોકસ કરી રહી હતી.જેમા નવો વળાંક સામે આવ્યો છે. સરપંચે લખેલી સ્યુસાઇડ નોટ તેમની કારમાથી મળી આવતા તેમા તેઓ આર્થિક સંકડામણમાં અટવાયા હોવાનો અને સટ્ટામાં ખોટ આવતા વ્યાજખોરોના ત્રાસના કારણે આ પગલુ ભર્યુ હોવાનો ઉલ્લેખ કરાયો છે. આ અંગે પરીવાર જનોએ જણાવેલ કે અશોક માનસરા લાંબા સમયથી ચિંતામાં રહેતા હતા. તેમના મોતનું સાચું કારણ જાણવા કોટડા સાંગાણી પોલીસના  પીએસઆઇ જે. બી. મીઠાપરાએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. એવામાં પોલીસના હાથમાં તેમણે લખેલી સ્યુસાઇડ નોટ આવી હતી અને તેમાં અશોક માનસરાએ વ્યાજખોરોના ત્રાસથી આ પગલું ભર્યાનો ઉલ્લેખ છે, જો કે તેમણે કોઇના નામ નોટમાં લખ્યા નથી. સાથે જ તેમણે આ પગલુ ભરવા પાછળ પરિવારજનોની માફી પણ માંગી હતી. તેમણે સ્યુસાઇડ નોટના અંતમાં વ્યાજ ખોરો સામે આકરા પગલા ભરવાની પણ વિનંતી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...