એસ ટી તંત્રની બેદરકારી:કોટડાસાંગાણીમાં નવ બસરૂટ પર કાતર ફેરવી દેવાઇ, તાલુકા કક્ષાનું બસસ્ટેન્ડ હોવા છતાં બસની દુવિધા

કોટડાસાંગાણીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કોટડા સાંગાણી તાલુકા મથકે નવ એસ. ટી.ના રૂટ બંધ કરી દેવામાં આવ્યા છે. ઘણા લાંબા સમયથી એસ.ટી.ના રૂટો બંધ કરી દેવામાં આવેલ છે.તે આ રૂટ ફરી શરૂ કરવા માટે અવારનવાર રજૂઆતો કરવામા આવે છે. કોઈ તંત્ર દ્વારા કોઈ ધ્યાનમાં લેવામાં આવતું નથી. શું આ તાલુકા મથક હોવા છતાં એસ. ટી. ની સુવિધા આપવામાં આવતી નથી. કોટડા સાંગાણી તાલુકા મથકના લોકોને નાછૂટકે પ્રાઇવેટ વાહનમાં જવું પડે છે.

પોતાની જાનની પરવા કર્યા વગર મુસાફરી કરવી પડે છે. સરકાર અને એસ ટી તંત્ર દ્વારા કોટડા સાંગાણીને હર-હંમેશ એસ ટી તંત્ર દ્વારા કોટડા સાંગાણીને અન્યાય કરવામા આવે છે, જેનો હવે અંત આવે તેવું લોકો ઇચ્છી રહ્યા છે. કોટડા સાંગાણીના આજુબાજુ ગામડાઓના લોકોને રોજબરોજ અપ-ડાઉન કરતા લોકોને પ્રાઇવેટ વાહનમાં પોતાની જાન જોખમમાં મૂકીને મુસાફરી કરવી પડે છે. આવી બધી મુશ્કેલી એસ ટી તંત્ર દ્વારાને કોઈ ધ્યાનમાં લેવામાં આવતું નથી. કોટડા સાંગાણી તાલુકાના લોકોને કોઈ ઇરાદાપૂર્વક એસ ટી તંત્ર દ્વારા હેરાન કરવામાં આવતા હોઇ તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.

જે બસરૂટ બંધ કરી દેવાયા તેની યાદી

ગોંડલ-રાજકોટ વાયા કોટડાસાંગાણીસવારે 05:00
નવી ખોખરી-રાજકોટ વાયા કોટડાસાંગાણીસવારે 06:15
રાજકોટ-વાસાવડ વાયા કોટડાસાંગાણીસવારે 07:45
ગોંડલ-જૂની ખોખરી વાયા કોટડાસાંગાણીસવારે 10:00
રાજકોટ-સતાપર વાયા કોટડાસાંગાણી અને રમોદબપોરે 02:30
રાજકોટ-ગોંડલ, ગુંદાસરા વાયા કોટડાસાંગાણીસાંજે 06:15
ગોંડલ-રાજકોટ વાયા કોટડા સાંગાણીથી ગુંદાસરાબપોરે 02:30
ગોંડલ-રાજકોટ વાયા કોટડા સાંગાણીસાંજે 06:15
રાજકોટ-નવી ખોખરી વાયા કોટડાસાંગાણીરાત્રે 08:45
અન્ય સમાચારો પણ છે...