તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુસાફરોમાં ભારે હાલાકી:રાજકોટ-ગોંડલ ST બસનો વાયા કોટડાસાંગાણી રૂટ 8 માસથી બંધ

કોટડાસાંગાણી22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોટડાસાંગાણી સાથે એસટી વિભાગનો અન્યાય

કોટડાસાંગાણી રૂટની એસ ટી બસને છાસવારે બંધ કરી દેવાતા મુસાફરોને હાલાકી પડી રહી છે. ત્યારે રાજકોટથી સવારે આઠ વાગે ઉપડતી રાજકોટ ગોંડલ વાયા કોટડાસાંગાણી થઈને ચાલતી બસ રૂટને આઠેક મહીનાથી વાયા કોટડાસાંગાણી બંધ કરી દેતા મુસાફરો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. તેમા પણ રાજકોટથી કોટડાસાંગાણી સહીત આસપાસના ગામડાઓમા નોકરી અર્થે આવતા કર્મચારીઓને મુશ્કેલી પડી રહી છે.

એક તરફ સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી એસ ટી બસ પહોંચે તે માટેના યથાર્ત પ્રયાસો કરવામાં આવે છે. પરંતુ બે જવાબદાર અધિકારીઓને આ અંગે કંઈજ પડી ન હોઈ તે મુજબ હંમેશા કોટડાસાંગાણી સાથે જ અન્યાય કરાતો હોવાનુ મુસાફરો જણાવી રહ્યા છે. રાજકોટ ગોંડલ વાયા કોટડાસાંગાણીની બસને આઠેક મહિનાથી વાયા કોટડાસાંગાણી કેન્સલ કરી નાખતા મુસાફરો ભારે મુશ્કેલીમા મુકાયા છે અને લોકોને ના છુટકે અન્ય વાહનોમા જવાની ફરજ પડે છે.

રૂટ શરૂ કરવા પ્રયાસ થશે
લોકડાઉનના હિસાબે બસના રૂટ બંધ કરાયા હતા. પરંતુ હાલ ધીમે ધીમે ચાલુ કરાઈ રહ્યા છે. અત્યારે અમુક બસો બંધ છે. આ અંગે વિભાગીય કચેરીને જાણ કરીને આ બસનો રૂટ શરૂ કરાઈ તેવા પ્રયાસો કરવામાં આવશે. > જે. આર.અગ્રાવત , ગોંડલ એસ ટી ડેપો મેનેજર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો