તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેજબાની:રાજકોટ જિલ્લો સિંહને ગોઠી ગયો, વધુ એક ગાયનું મારણ

કોટડાસાંગાણી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજપરાની સીમમાં સાવજનો મુકામ

રાજકોટ જિલ્લામા જાણે વનરાજાને જમાવટ પડી ગઇ છે અને અહીંથી ખસવાનુ નામ લેતા નથી. કોટડાસાંગાણીના રાજપરા નારણકા સહીતના ગામોમા સિંહ લાંબા સમયથી આંટા ફેરા કરી લીધા બાદ ભાયાસર પડવલા અને છેક શાપર વેરાવળ સુધી પણ મારણ કરી મીજબાની માણી લીધા બાદ સાવજને આ જગ્યા ગોઠી ગઇ છે. કોટડાસાંગાણી તાલુકાના રાજપરાની સીમમા વિઠલભાઈ રામજીભાઈ વેકરીયાની વાડીની પાછળના ભાગમા રાજપરાના માલધારી મુકેશભાઈ વજાભાઈ ઝાંપડાની ગાય કે જે ચારેક મહીનાનો ગર્ભ ધરાવતી હતી તેનું મારણ કરી નાખતા માલધારીઓમા ભયનો માહોલ છવાયો છે.

વનવિભાગની કામગીરીથી સંતોષઃ સરપંચ
રાજપરા સરપંચ કિશોર વિરડિયાએ જણાવ્યું હતું કે સિંહ પરીવાર દ્વારા લાંબા સમયથી આ વિસ્તારમાં આંટા ફેરા કરે છે.પંદરેક દિવસ પુર્વે મેલડી માતાજીના મંદિર પટાંગણમાં પણ એક વાછડાનુ સિંહ ટોળકીએ મારણ કરેલ હતુ.ત્યારે પણ આ અંગે જાણ કરાતા વન વિભાગના કર્મીઓ તાત્કાલિક પહોંચી ગયા હતા,અને આજે પણ ફોરેસ્ટર સહિતના કર્મચારીઓ તાત્કાલિક રાજપરા દોડી આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો