મુસાફરોમાં ભારે અસંતોષ:કોટડાસાંગાણીના મહત્ત્વના બસ રૂટ બંધ કરાતા ભારે રોષ, તાલુકા મથક હોવા છતાં ST તંત્રનો ઘોર અન્યાય

કોટડાસાંગાણીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અપડાઉન કરતા મુસાફરોમાં ભારે અસંતોષ

કોટડા સાંગાણી તાલુકા મથક હોઈ તેમજ દરરોજ આસપાસનાં દરેક ગામનાં લોકો તેમજ કોટડાના લોકો અપડાઉન કરતા હોય છે. હાલ એસટી તંત્ર દ્વારા કોટડા સાંગાણી ને લગતા ઘણા અગત્યનાં રૂટ બંધ કરી દેવામાં આવતા લોકોને ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.કોટડા સાંગાણીની આસપાસના ગામો જેવા કે રાજગઢ, રામોદ, ખરેડા, રાજપરા, ભાડવા, અરડોઇ, સોરીયા, ખાંડાધારથી રોજ કામે જતા લોકોને નાછૂટકે ખાનગી વાહનોમાં મુસાફરી કરવી પડે છે, અને ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

આ પ્રશ્નની રજૂવાત રાજકોટ જિલ્લા ભાજપ લઘુમતી મોરચાનાં મહામંત્રી પતાણી દ્વારા એસટીના ઉચ્ચ અધિકારી કલોતરાને અવાર નવાર કરવામાં આવી હોવા છતાં આ પ્રશ્નનો હલ કાઢવામાંઆવતો નથી. કોટડા સાંગાણીની આસપાસ હડમતાળા, શાપર જેવા ઓદ્યોગિક એકમો આવેલા હોઈ અને ઘણા લોકો રોજ અપડાઉન કરતા હોય છે ત્યારે વહેલી તકે આ બાબતનું કાયમી અને ઝડપી નિરાકરણ કરવામાં આવે તેવી લોકમાંગણી ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...