તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દંડ:પીપલાણા પાસે યુવતીઓએ ચાલકો પાસેથી ઉઘરાણા કર્યા, યુવતીઓનું ટોળું ફંડના નામે ચાલકોને ખંખેરતું હોવાની રાવ

કોટડાસાંગાણી4 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફંડના નામે ચાલતી દાદાગીરી. - Divya Bhaskar
ફંડના નામે ચાલતી દાદાગીરી.

કોટડાસાંગાણીના પીપલાણા અને રાજકોટના લોઠડા વચ્ચે પડવલા પાટીયા નજીક દસ જેટલી સ્વરૂપવાન યુવતીઓએ વાહન ચાલકોને ઉભા રાખી તેમની પાસેથી ફંડના બહાને ગેરકાયદેસર રીતે રૂપીયા પડાવતા વાહન ચાલકોમા રોષ ભભુકી ઉઠ્યો છે. કોટડાસાંગાણી રાજકોટ માર્ગ પર પીપલાણા અને લોઠડા વચ્ચે પડવલા પાટીયા નજીક દસ જેટલી પેન્ટ શર્ટ પહેરેલી, સ્વરૂપવાન યુવતીઓએ વાહન ચાલકોને ગેર કાયદે રોડ પર ઉભા રાખી તેમની પાસેથી ખુલ્લેઆમ રૂપીયાના ઉઘરાણા કર્યા હતા. આ યુવતીઓની ગેંગ છેલ્લા લાંબા સમયથી સક્રિય થઈ છે.

અને તેઓ રાજકોટ આસપાસના વિસ્તારોમાં છાશવારે કોઈ રોડ પર ઉભા રહી કોઈની પણ સ્નેહ શરમ કે કાયદાનો ડર રાખ્યા વિના વાહન ચાલકોને ઉભા રાખી તેમની પાસેથી કોઈના કોઈ બહાને રૂપીયા પડાવી લે છે. આ સીલસીલો કોટડાસાંગાણી રાજકોટ માર્ગપર કોટડાસાંગાણીના પીપલાણા અને રાજકોટના લોઠડા વચ્ચે પડવલા પાટીયા પાસે રવીવારના રોજ અગીયાર વાગ્યા આસપાસ જોવા મળ્યો હતો અને રોડ પરથી પસાર થતા બાઈક તેમજ કાર ચાલકોને રોડ પર અડચણ રૂપ થાય તે મુજબ વાહનો અટકાવી ફંડ આપવાનુ કહી તેમની પાસેથી કોઈના કોઈ બહાને રૂપીયા પડાવ્યા હતા. ત્યારે સવારના અગીયાર વાગ્યાના અરસામા આ યુવતીઓની ગેંગ દ્વારા આ રોડને કાયદેસર રીતે બાનમા લઈ વાહન ચાલકો પાસેથી કાયદાનો ડર રાખ્યા વિના ઉઘરાણા કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો