આંદોલન:કોટડાસાંગાણીમાં પ્રાથમિક સુવિધા આપવાની માગણી સાથે આંદોલન

કોટડા સાંગાણીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પંચાયત સદસ્યે ઉગામ્યું અહિંસક લડતનું શસ્ત્ર

કોટડાસાંગાણીમાં ગ્રામપંચાયત કચેરીમાં પ્રાથમિક સુવિધાઓ આપવા માટે રજૂઆતો છતાં ઉકેલ ન આવતાં ચૂંટાયેલા સભ્યે તંત્રને દોડતું કરવા અહિંસક લડતનું શસ્ત્ર ઉગામ્યું છે અને ઉપવાસ આંદોલન છેડવામાં આવ્યું છે.

પ્રાથમિક સુવિધા સ્ટ્રીટ લાઇટ, ભૂગર્ભ ગટરના ઢાંકણા, ફ્રેમના પ્રશ્નો, 100 ચો. વાર પ્લોટના હુકમ હોવા છતાં ફાળવણી કરાતી ન હોવાના પ્રશ્નોની તપાસ, યોગ્ય પ્લોટ ફાળવણી, દલિત વિસ્તારમાં થયેલા વિકાસ કામમાં ગ્રાન્ટનો હિસાબ, સફાઈ કર્મીની નિમણૂક, નવા જાહેર શૌચાલય બનાવવાની માગણી મુદે ગ્રામપંચાયતના સદસ્ય મનોજ દાફડાએ ઉપવાસ આંદોલન છેડ્યું છે. રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જુનભાઈ ખાટરીયા, બાબુભાઈ સાવલિયા, પ્રવીણભાઈ રાઠોડ, રાજુભાઈ ભરવાડ ઉપવાસ છાવણીની મુલાકાત લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...