તંત્રની બેદરકારી:કોટડાસાંગાણીમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, ફોગિંગ ન કરાતા લોકોમાં રોષ

કોટડાસાંગાણીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોગ્ય-પાલિકા તંત્રની બેદરકારીથી ડેન્ગ્યુ, મેલેરિયાના વાયરા વધ્યા

કોટડાસાંગાણીમા દિન પ્રતિદિન જીવલેણ ડેંગ્યુ માથુ ઉંચકી રહ્યો છે. દિવસે ને દિવસે આવા રોગના દર્દીઓમા વધારો થતો જાય છે. છતા તંત્રના ચોપડે એક પણ દર્દી ન નોંધાયા હોવાનુ ટી.એચ.ઓ.એ જણાવ્યું હતુ. જોવાની ખૂબી એ છે આરોગ્ય તંત્ર અને પાલિકા તંત્રના પાપે ભોગવવાનું લોકોના ભાગે આવે છે. કોટડાસાંગાણીમા દિન પ્રતિદિન જીવલેણ એવો ડેંગ્યુ માથુ ઉચકી રહ્યો હોઈ તેમ સતત દર્દિઓમા વધારો થતો જાય છે.પરંતુ સરકારી ચોપડે એકપણ કેસ નોંધાયો નથી. કારણ કે દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા હોવાનું સામે આવ્યું છે.

આ રોગને ડામવા તંત્ર દ્વારા મચ્છર જન્ય રોગચાળાને અટકાવવા દર્દીઓના ઘર પાસે તેમજ આખા શહેરમાં ફોગીંગ કરવામાં આવે તેમજ પડતર પાણીમા મચ્છરનો ઉપદ્રવ અટકે તે માટે કામગીરી શરૂ કરવામાં આવે તે જરૂરી બન્યુ છે.​​​​​​​ બીજી તરફ લોકોના આરોગ્ય પ્રત્યે પુરતી કાળજી લેવાતી હોવાના દાવાઓ કરતા એસી ઓફિસમાં આરામ ફરમાવતા આરોગ્ય વિભાગના અધિકારીઓ આળસ મરડે અને આ રોગને ગંભીરતાથી લઈને મચ્છરનો ઉપદ્રવ અટકાવવાના પ્રયાસો કરે તે જરૂરી બની ગયું છે. કોટડાસાંગાણીમાં ઘરે ઘરે બીમારીના ખાટલા પડ્યા છે જેમા ડેંગ્યુના કેસ જોવા મળે છે.પરંતુ કોટડાસાંગાણીમા સરકારી ચોપડે એકપણ કેસ ન નોંધાયો હોવાનુ ઈન્ચાર્જ તાલુકા હેલ્થ ઓફીસર બી.આર.રામાણીએ જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...