કામગીરી:કોટડાસાંગાણીમાં કુપોષિત બાળકો તંત્રને યાદ આવ્યા!

કોટડાસાંગાણીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બાળકોને પહોંચાડાતી સુખડીનો સરવે જરૂરી

કોટડાસાંગાણી તાલુકાના બાળકોનુ વજન અને ઉંચાઈ માપવાની કામગીરી આંગણવાડી વર્કરો દ્વારા શરૂ કરવામાં આવી છે.લોકડાઉનમાં કુપોષિત બાળકોની સંભાળ રાખવાનુ ભુલાયા બાદ ફરીથી કાળજી શરૂ કરાઈ હોઈ તેમ લાગી રહ્યુ છે અને બાળકોને ઘરે ઘરે સુખડી પહોંચાડવામાં આવી રહી છે પરંતુ આ કામગીરીમાં કોઇ લોલમલોલ નથી ચાલતું ને તે જોવું જરૂરી બની ગયું છે.

કોટડાસાંગાણી તાલુકામા તંત્ર દ્રારા તાલુકાની ટોટલ ૮૯ આંગણવાડીના વર્કર તેમજ હેલ્પર બહેનો દ્વારા તાજેતરમાં જ વજન અને ઉંચાઈ માપવાની કામગીરી કરવામાં આવી હતી.જે અંગે આંગણવાડીના કાર્યકર્તાઓની કામગીરી ને હાલ તાલુકા મુખ્ય સેવીકા નીરૂપમાબેન નીમાવત સહીતનાઓ દ્વારા ચકાસવામાં આવી રહી છે.

તાલુકામા ગત ડિસેમ્બર માસમા થયેલ સર્વેમા તાલુકામા મધ્યમ કુપોષિત 178 અને અતિ કુપોષિત બાળકો ૫૦ હતા. જેમા સૌથી વધુ કુપોષીત બાળકો તાલુકાના વેરાવળમા 21 હતા. તેમા પણ સૌથી વધુ આંગણવાડી નંબર 5 હતા. બીજા નંબરમા વાદિપરા ગામમા 5 બાળકો હતા. ત્યારબાદ ગત નવેમ્બરમાં થયેલા સર્વેમા તાલુકામા મધ્યમ કુપોષિત 126 અને અતિ કુપોષિત 37 હોવાના આંકડા મળી રહ્યા છે. ત્રણ માસ કામ બંધ રહ્યા બાદ બાળકો યાદ આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...