તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોટડાસાંગાણીના સામુહિક આરોગ્યકેન્દ્રમાં લાંબા સમયથી લોલંલોલ ચાલી રહ્યુ છે.અહીં સારવાર માટે આવતા દર્દીઓ સાથે યોગ્ય વર્તન પણ કરવામાં આવતુ નથી. હોસ્પિટલનો સ્ટાફ મનફાવે ત્યારે દોડ્યો આવે છે અનેક વખત સવારના અડધો કલાક મોડી કેસ બારી પણ ખોલવામાં આવતી હોવાની ફરીયાદો ઉઠવા પામી છે.એક તરફ કોટડાસાંગાણી વિસ્તારમા કોરોના બેકાબુ બન્યો છે. અને બીજી તરફ વાયરસ ફેલાયો હોવાથી તાવ શરદી, માથાનો દુ:ખાવો સહિતના કેસો દિન પ્રતિદિન વધી રહ્યા છે.
પરંતુ આ હોસ્પિટલમાં યોગ્ય સારવારનો અભાવ જોવા મળી રહ્યો છે.જે ને લઈને દર્દીઓમા ભારે કચવાટ ફેલાયો છે.એક તરફ સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી આરોગ્યની સેવા પુરતી મળે તે માટે સતત પ્રયત્નશીલ રહીને કરોડોના બજેટ ફાળવે પરંતુ કોટડાસાંગાણી સામુહિક આરોગ્ય કેન્દ્રની સ્થિતિ કંઈક વિપરીત જોવા મળે છે. ટેસ્ટ કરાવા આવતા લોકોને કલાકો સુધી લાઈનમા અને તડકામાં ઉભા રહેવાનો વારો આવે છે.
આ હોસ્પિટલમાં ચોવીસ કલાકની ઈમરજન્સી સેવા ઉપલબ્ધ હોવા છતા શનીવાર અને રવિવારના મેડીકલ ઓફીસર જોવા પણ ન મળતા હોવાની વ્યાપક ફરીયાદો ઉઠવા પામી છે.આ અંગે ઉચ્ચ અધિકારીઓ યોગ્ય પગલાં લે તે જરૂરી બન્યું છે.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.