તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાવજની ડણક:કોટડાસાંગાણીના અરડોઇની સીમમાં સાવજે દેખા દીધી, વાછરડાનું મારણ

કોટડા સાંગાણી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • વાડીનું રખોપું કરતા માલિકને પણ મોડી જાણ થઇ કે એક પશુની મિજબાની થઇ ગઇ

રાજકોટ જિલ્લો ગીરના સાવજને અનુકૂળ આવી ગયો છે અને એક પરિવાર છેલ્લા એકાદ મહિના કરતાં વધુ સમયથી કોટડા સાંગાણી અને જસદણ તેમજ આટકોટ પંથકના મહેમાન બની ગયો છે. આ જ પંથક તેમને અનુકૂળ આવી ગયો હોય, તેમ પરત ગીર જવાનું નામ લેતા નથી અને અહીંની મહેમાનગતિ માણી રહ્યા છે. બુધવારે વહેલી સવારે કોટડાસાંગાણીની અરડોઇની સીમમાં સાવજે એક વાછરડાનું મારણ કરીને પોતાની હાજરીથી લોકોને અવગત કરાવ્યા હતા. જે વાડીમાં મારણ કર્યું તેના માલિક રાતે રખોપું કરવા વાડીએ જ હતા પરંતુ તેમને બાદમાં જાણ થઇ હતી કે સિંહ મારણ કરી ગયા.

વહેલી સવારે સિંહે અરડોઇ ગામની સીમમાં બહાદુરભાઇ મનની વાડી એ દોઢ વર્ષનાં વાછરડાનું મારણ કરેલ હતું. અરડોઇ પાસે આવેલી સોમનાથ પેપર મીલ પાસે બહાદુર ભાઈ જેવો પોતાની વાડીએ કે જ્યાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું હોય, ત્યાં ભૂંડનો ત્રાસ હોવાથી તેઓ પોતે જ વાડીએ સુતા હતા. તે દરમિયાન સિંહે વાછરડાનું મારણ કરતા અવાજ આવતા તેઓ તે દિશામાં જોવા ગયા હતા , અને ઢોરની તપાસ કરતા જાણવા મળેલ કે સિંહે એક વાછરડાનું મારણ કર્યું છે.

આ બનાવ વહેલી સવારે 4:45 વાગ્યે બનેલો અને સિંહ નાં સગડ જોતા જાણવા મળેલ કે આ વાડીમાં સિંહ આવેલ અને વાછરડાનું મારણ કરેલ હતું. અહીંથી વહેલી સવારે પસાર થયેલા વાહન ચાલકો પાસેથી એવું જાણવા મળેલ હતું કે અરડોઇ પુલ ઉપર 3 સિંહ વહેલી સવારે 5 વાગે હતા. આ વિસ્તારનાં લોકોમા ભયનો માહોલ વ્યાપી ગયો છે. અરડોઇ થી 1 કિલોમીટર વિસ્તારમાં આ સિંહ હોવાનું જાણવામાં આવી રહ્યું છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો