ધમકી:કોટડાસાંગાણીમાં પત્નીને પતિએ ફડાકા ઝીંકી દીધા

કોટડાસાંગાણી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ‘તારા હોય એને બોલાવી લે’ કહી ધમકી
  • કોર્ટ કમ્પાઉન્ડમાં જ બોલી ગઇ બઘડાટી

કોટડાસાંગાણીના કોર્ટ કમ્પાઉન્ડમાં કેસની તારીખમા આવેલા પતિએ પત્નીને ફડાકા ઝીંકી દીધા હતા અને તારા હોઈ તેને બોલાવી લે બધાને જોઈ લેવા છે. કહીને જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. કોર્ટ કચેરીની અંદર કેસની મુદતે આવતા ઇસમો વચ્ચે ઝગડા થવાના કેસો અવાર નવાર સામે આવતા હોય છે.ત્યારે કોટડાસાંગાણી કોર્ટમાં ભરણ પોષણના કેસની તારીખે કોર્ટમા આવેલા પતિએ પત્નીને ફડાકા ઝીંકી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ કોટડાસાંગાણી તાલુકાના જૂના રાજ પીપળાના કંચનબેન દુદાભાઈ પરમારના લગ્ન રાજ સમઢિયાળા ગામે 13 વર્ષ પહેલાં અરવિંદ માવજી વઘેરા સાથે થયા હતા, પરંતુ હાલ તેઓ માવતરે છેલ્લા ચાર વર્ષથી રીસામણે રહેતા હોઈ જેથી ભરણ પોષણનો કેસ કોટડાસાંગાણી કોર્ટમાં કર્યો હતો.

અને તેની તારીખ હોઈ કંચનબેન તેમની માતા લક્ષ્મીબેન સાથે અગીયાર વાગ્યાના અરસામાં કોર્ટ ગ્રાઉન્ડમાં ઉભેલા હતાત્યારે તેમના પતિ પણ ત્યાં હાજર હતા અને ત્યારે કારણ વગર તેમણે ઉશ્કેરાઈને કંચનબેનને બેફામ ગાળો આપી બે ફડાકા મારી દીધા હતા અને ‘તારા હોઈ તેને બોલાવી લે, બધાને જોઈ લેવા છે’ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપતા કોટડાસાંગાણી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

આ અંગે પોલીસે આઈ.પી.સી.કલમ 323 504 294(ખ) 506(2)મુજબ ગુનો દાખલ કર્યો છે. પતિએ પત્નીને ફડાકા ઝીંકી દેતા હાજર રહેલા લોકો એકઠા થઇ જવા પામ્યા હતા. કોર્ટ કમ્પાઉન્ડમાં જ બનેલી આ ઘટના ગામમાં ચર્ચાનો વિષય બનવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...