રાજકોટ:કોટડાસાંગાણીમાં માસ્ક ન પહેરનાર પાસેથી દંડ વસૂલ્યો

કોટડાસાંગાણી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હાલમાં સમગ્ર દેશમાં ચાલી રહેલી કોરોના મહામારીમાં માસ્ક એ એક કોરોના સામે રક્ષાકવચ સમાન છે. હાલમાં કોરોના વાયરસની તકેદારીના ભાગરૂપે આ લોકડાઉનમાં માસ્ક પહેરવાની સરકારની સૂચના હોય જિલ્લા ક્લેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારી રાજકોટના આદેશ મુજબ કોટડા સાંગાણી ગ્રામ પંચાયત તલાટી કામ મંત્રી અનીરુદ્ધસિંહ ચૌહાણ તેમજ પંચાયતના ક્લર્ક કલ્પેશભાઇ લીંબસિયાએ રોડ પર માસ્ક વગરના લોકો પાસેથી 200 રૂપિયા દંડ વસૂલ કર્યો હતો. ગ્રામપંથાયતે કુલ 60 લોકો પાસેથી 12000નો દંડ વસૂલ્યો હતો. તેમજ દરેક ગ્રામજનોને કામ વગર બહાર ન નીકળવા અને જરૂરી કામ માટે નિકળો તો માસ્ક પહેરીને નિકડવું આવી સૂચના આપી હતી.

અન્ય સમાચારો પણ છે...